દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં 10 મેડલ મેળવ્યા

ભાવનગર: દિવ્યાંગો માટેની રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડીઓનો શાનદાર દેખાવ કર્યો હતો અને ૧૦ મેડલ મેળવ્યા હતાં. ઇન્દ્રોરમાં દ્વિતીય પારા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી. ઇન્દ્રોરમાં અભય પ્રશાલ સ્ટેડિયમમાં તાજેતરમાં રમાયેલી દ્રિતીય પારા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી. એન. વિરાણી રમત સંકુલ પર તાલીમ લેતા ખેલાડીઓએ કુલ ૧૦ મેડલ જીતી શાનદાર દેખાવ કરી ભાવનગરને ગૌરવ અપાવેલ છે. આજ સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ એક ગોલ્ડ અને ચાર ચાર રજત તથા કાંસ્ય ચંદ્રકો જીતી ચૂકેલા ભારતી પડધરીયાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વહીલચેર કેટેગરીમાં ઇન્દોરમાં મહિલા સિંગલ્સમાં એક રજત ચંદ્રક જીતવા ઉપરાંત મહિલા અને મિક્સ ડબલ્સ સ્પર્ધાઓમાં પણ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી ત્રેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, જ્યારે પીજીવીસીએલ ડિવિઝન ઓફીસ ભાવનગરમાં ફરજ બજાવતા દિનેશ પડધરીયાએ સુંદર રમત દાખવી મેન્સ સિંગલ્સમાં રજત અને ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here