દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો : મ્યુકર માઈકોસિસ ( બ્લેક ફંગસ)ની સારવાર માટે લિપોસોમલ એમ્ફોટેરિસિન-બી દવાના વિતરણ – ડિસ્ટ્રીબ્યુશન માટે પોલિસી બનાવો . 

 

   તાજેતરમાં કોરોના સંક્રમણની બીજી લહેર આવી તેમાં બ્લેક ફંગસનો રોગ ક્રમશ વધતો જતો હોવાથી ચિંતા ઊબી થઈ છે. બ્લેક ફંગસના રોગીની સારવારમાટે જરૂરી દવાની ખૂબ અછત થઈ રહી હોવાથી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, આ બિમારીના સકંજામાં આવેલા વૃધ્ધોથી વધારે ધ્યાન એની ઝપેટમાં આવેલા યુવાનોને બચાવવા માટે કેન્દ્રિત કરવું પડશે. જસ્ટિસ વિપીન સાંધી અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે જમાવ્યું હતું કે, માની લો કે એક પરિવારની બે વ્યક્તિઓને બ્લેક ફંગસનો રોગ થયો છે. જેમાં એકની ઉંમર 80 વર્ષની છે, જયારે બીજી વ્યક્તિની ઉંમર 35 વર્ષની છે. સારવાર માટે માત્ર એક વ્યક્તિ ને પૂરતી થાય એટલી જ દવા છે, તો આવી પરિસ્થિતિમાં આપણે કોને બચાવવા પ્રાથમિકતા આપીશું??આવી પરિસ્થિતિમાં આપણે યુવાન વ્યક્તિને બચાવવામાટે આગળ આવવું પડશે. યુવાનની જિંદગીને બચાવવાની વાતને પ્રથમિકતા- પ્રાયોરિટી આપવી જરૂરી છે. નામદાર અદાલતે વધુમાં જમાવ્યું હતું કે, આરીતે નિર્ણય લેવો એ બેહદ ક્રૂર છે. પરંતુ એના વિના કોઈ વિકલ્પ નથી. યુવાનો પર આપણા દેશનું ભવિષ્ય નિર્ભર છે. આથી આપણે યુવાનોને સુરક્ષિત કરવાના કાર્યને અગ્રીમતા આપવી પડશે. 80 વર્ષની વ્યક્તિએ એની જિંદગી જીવી લીધી છે. એ દેશના વિકાસમાં કે દેશને આગળ ધપાવવા માટે કશું યોગદાન આપી નહી શકે, જયારે યુવાન વ્યક્તિ આ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા કટિબધ્ધ બનશે. અમે એવું નથી કહી રહ્યાકે કોનું જીવન વધુ મહત્વપૂર્ણ છે, અને કોનું જીવન ઓછું મહત્વપૂર્ણ છે…પરંતુ આ કસોટીની ઘડી છે અને આપણે નિર્ણય લેવનો જ છે. આથી આપણે યુવાનને બચાવવાની બાબતને મહત્વ આપવું પડશે.