દિલ્હી હાઈકોર્ટની  કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં તાકીદ- ઉદ્યોગોને અપાતો ઓકસિજન તત્કાળ બંધ કરો, દેશમાં હજારો લોકો મરી રહ્યા છે, ત્યારે તમારી પ્રથમિકતા સ્ટીલ પ્લાન્ટને  ઓકસીજન  પૂરો પાડવાની છે.. શરમ કરો.. શરમ કરો..

 

    કોરોના મહામારીનું સંક્રમણ દેશમાં આજે અત્ર તત્ર સર્વત્ર છે. હોસ્પિટલોમાં જગા નથી, દવાઓનો પુરવઠો નથી. દર્દીઓનો ઈલાજ યોગ્ય રીતે થઈ નથી રહ્યો, હોસ્પિટલો પાસે દર્દીનો આપવા માટે ઓક્સિજનનો પુરવઠો નથી…સ્મશાનગૃહોમાં મૃતદેહોના અગ્નિદાહ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. દિલ્હી સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલોમાં ઓકસીજનની અછત પ્રવર્તતી હોવાથી કેન્દ્ર સરકાર પાસે ઓકસીજન પુરવઠો પૂરો પાડવાનની આજીજીઓ કરતી રહી છે. તાજેતરમાં દિલ્હીની મેકસ હોસ્પિટલે એવો આરોપ મૂક્યો હતો કે, તેમને ત્યાં આવનાર ઓક્સિજન ટેન્કરને સીધું એઈમ્સની અંદર મોકલી દેવામાં આવ્યું હતું. જેને કારણે તેમના દર્દીઓના જીવન જોખમમાં મૂકાયા હતા. આ બાબત અંગે મેકસ હોસ્પિટલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને તરત સુનાવણીની માગણી કરી હતી. આ કે્સની સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને બરાબર ઠપકારી હતી. હાઈકોર્ટે સરકારને ઠપકારતાં કહ્યું હતું કે, તમને ડિમાન્ડ અને સપ્લાયનો કેમ અંદાઝ નથી૟ કેન્દ્ર સરકાર જલ્દીથી જલ્દી હોસ્પિટલોમાં ઓકસીજન મોકલવા માટે રોડ પર કોરિડોર બનાવે. જો શક્ય હોય તો ઓકસીજનને એરલિફટ કરવામાં આવે. ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં વપરાશમાં લેવામાં આવતા ઓકસીજનનો પુરવઠો અટકાવી દેવામાં આવે. આ એક ગંભીર મુદો છે. લોકોને સલામતીથી પોતાની જિંદગી જીવવાનો મૌલિક અધિકાર છે. એ તેમનો મૂળભૂત અધિકાર છે, જેની અવગણના ના કરી શકાય. દેશમાં હજારો લોકો(કોરોનાગ્રસ્ત)  હોસ્પિટલો અને ઘરોમાં ઓકસીજન ન મળવાથી  મરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર ઉદ્યોગોને ઓકસીજન પુરવઠો પૂરો પાડવાને અગ્રતા આપી રહી છે..શું તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાન્ટ છે?લોકોના જીવન બચાવવા માટે સરકાર શું પગલાં લઈ  રહી છે???હાઈકોર્ટે સખત શબ્દોમાં આદેશ આપ્યો હતો કે, ઓકસીજન એ જ ઉદ્યોગોને મળવો જોઈએ કે જેઓ મેડિકલ સાથે સંબંધિત સામાન કે વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય. અદાલતે સરકારને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, અમને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે, અમે અગાઉ આદેશ આપી દીધો હોવા છતાં હજી પણ હોસ્પિટલોને ઓકસીજન આપવામાં આવ્યો નથી. 

સરકાર આટલી લાપરવાહી કેવી રીતે કરી શકે છે, તમે આજીજી કરો, ઉધાર માગો કે ચોરી કરો , જે શક્ય હોય તે બધું કરો …તમે કાલાવાલા કરો,  કે વિનંતીઓ કરો..ગમે તે કરીને ઓકસીજન લઈ આવો ને દર્દીઓને પૂરો પાડો. અમે દર્દીઓને મરતાં જોઈ શકતા નથી.       

     દિ્લ્હીની હોઈકોર્ટે નાસિકમાં બનેલી ઘટનાઓ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ઉદ્યોગો રાહ જોઈ શકે છે, થોભી શકે છે અનેક દિવસો સુધી ઓકસીજનનો ઈંતેજાર કરી શકે છે. પણ કોરોનાથી રિબાત , તરફડતા દર્દીઓ રાહ નથી જોઈ શકતા. તેઓ ઓક્સિજન વગર શ્વાસ નથી લઈ શકતા ને મૃત્યુ પામે છે. દેશમાં અત્યારે કોરોનાને કારણે પરિસ્થિતિ અતિ સંવેદનશીલ છે, નાજુક છે. જો ટાટા કંપની તેમના હિસ્સાનો ઓકસીજન પુરવઠો  ડાયવર્ટ કરી શકે છો, તો બીજા ઉદ્યોગપતિઓ કેમ નથી કરતા?    શું માણસાઈ માટે હવે કોઈ સ્થાન રહ્યું નથી…આ કેટલું દુખદ છે.. કેટલું હાસ્યાસ્પદ છે…એનો અર્થ તો એવો થયો કે માનવીનું જીવન સરકાર માટે ખશા મહત્વનું નથી. એ કેવી રીતે શક્ય છે કે સરકારને વાસ્તવિકતાનો સહેજ પણ અંદાજ નથીઆવતો. એમે લોકોને આ રીતે મરતાં ના જોઈ શકીએ. અમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, સરકાર ઓક્સિજન ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. તો એનું શું થયું..આ કટોકટીનો સમય છે. કેન્દ્ર સરકારે સાચી વાત જણાવવી જ પડશે. સરકાર વટહુકમ – આદેશ જારી કરેકે અત્યારે નેશનલ ઈમરજન્સી છે. દેશમાં કટોકટી ની હાલત છે. તમને કોઈ ઉદ્યોગ સવાલ નહિ પૂછે. અમને વિશ્વાસ છેકે સરકાર દરેક હોસ્પિટલોમાં ઓકસીજનની પૂરતી સપ્લાય કરવાનું કાર્ય જલ્દીમાં જલ્દી પૂરં કરશે.