દિલ્હી-યુપીમાં રાજકોટના ઓટોપાર્ટ્સની વધતી માગઃ ચીનની તૂટશે મોનોપોલી

 

અમૃતસરઃ ચાઇનાથી આવતા માલસામાનના પ્રવાહને કારણે ટૂ-વ્હીલર પાર્ટ્સની તીવ્ર અછતને પરિણામે હવે દિલ્હીની બજારમાં રાજકોટના ઓટોપાર્ટ્સની માગમાં વધારો થયો છે. રાજકોટમાં ચીનની ચીજવસ્તુઓની ગુણવત્તાની સરખામણીમાં રાજકોટની ગુણવત્તા સારી છે, પરંતુ મોંઘા માલ હોવાને કારણે દિલ્હી જેવી રાષ્ટ્રીય સ્પર્ધાત્મક બજારમાં ચાઇનીઝ માલ વધુ વેચાયો હતો.               

રાજકોટમાં સૌપ્રથમ ટૂ-વ્હીલર એન્જિનના ભાગોનું ઉત્પાદન કરાયું હતું. વર્ષ ૨૦૧૦ પછી ચાઇનીઝ ચીજોએ દબાણ લાવવાનું શરૂ કર્યું, પરંતુ રાજકોટમાં માલની ગુણવત્તાને કારણે અગ્રેસર હતો અને ચીનનો માલ બીજા નંબરે હતો. એવામાં ૨૦૧૭માં જીએસટી લાગુ થયા પછી ૨૮ ટકા સ્લેબ રાજકોટની માર્કેટે હાથ ખેંચી લીધા હતા અને જીએસટીના અમલ થયા પછી ચીનનો સામાન દિલ્હીની માર્કેટ કવર કરતું રહ્યું હતું.              હાલમાં ચીનના માલની અછતને કારણે એના ભાવમાં વધારો થવાની સાથે જ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વેપારીઓએ રાજકોટનો ઓટોપાટ્઱્સ ખરીદવાનું શરૂ કરી દીધું છે. 

જો ચીનમાંથી આવતો સામાનનો ભાવ ૨૦ ટકાથી વધે તો રાજકોટ અને ચીનના ભાવોમાં કોઈ ફરક રહેશે નહિ. આવા સંજોગોમાં ચીનનો માલ ફરી દેશની બજારમાં મૂકવામાં આવશે નહિ, કારણ કે ગુજરાતની રાજકોટમાં ચીનની માલની ગુણવત્તા ચીન કરતાં ઘણી સારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here