દિલ્હી ઝડપથી કોરોના કેપિટલ બની રહ્યું છે, હાઈકોર્ટ

 

દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લઇ લીધો છે. હાઇકોર્ટે કહ્યું કે મહામારી સરકાર ઉપર પુરી રીતે હાવી થઇ ગઇ છે અને દિલ્હી ઝડપથી કોરોના કેપિટલ બની રહ્યું છે. હાઇકોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા સદંતર નિષ્ફળ થઇ રહ્યા છે. 

જસ્ટિસ હીમા કોહલી અને એસ. પ્રસાદની બેન્ચે નગર નિગમના સેવાનિવૃત કર્મચારી કલ્યાણ સમિતિ અને બીજા લોકો તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકા ઉપર સુનવણી દરમિયાન આ વાત કહી છે. હાઇકોર્ટે કહ્યું કે જે ઝડપથી દિલ્હીમાં કોરોનાનો ફેલાવો થઇ રહ્યો છે, તેને જોતા દિલ્હી ઝડપથી કોરોનાની રાજધાની બની જશે. દિલ્હી સરકાર દ્વારા કોરાનાને લઇને અનેક દાવાઓ કરવામાં આવ્યા છે. તો કહે છે કે તેઓ કોરોનાના સૌથી વધારે ટેસ્ટ કરી રહ્યા છે. આમ છતાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે સરકારને ઘણા સવાલોના જવાબ આપવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના એક દિવસમા સૌથી વધારે ૬૮૪૨ કેસ સામે આવ્યા છે. જેની સાથે જ કોરોના કેસનો કુલ આંક ૪.૦૯ લાખ પર પહોંચ્યો છે. દિલ્હીમાં પહેલીવાર કોરોનાના સૌથી વધારે ૬૮૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. આ પહેલા મંગળવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના ૬૭૨૫ કેસ સામે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here