દિલ્હીમાં સીબીઆઈના મુખ્યમથકની બહાર કોંગ્રેસ દેખાવો યોજવાની તૈયારી કરી રહી છે…

0
1016
IANS

સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા અને એડિશનલ ડિરેકટર રાકેશ અસ્થાના એકમેક પર ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ કરી રહયા છે. બન્ને અધિકારીઓ સીબીઆઈના ઉચ્ચ સ્થાને બિરાજે છે. તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવે એ આઘાતજનક છે. આપણી લોકશાહી  રાજ- વ્યવસ્થા માટે શરમજનક છે. ગઈકાલે રાતે અચાનક ઉપરોકત બન્ને અધિકારીઓને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાતે બે વાગે ઉપરોકત ઘોષણા કરી હતી. નાગેશ્વર રાવને વચગાળાના ડિરેકટર તરીકે નીમવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. સીબીઆઈના વડા આલોક વર્માને રજા પર ઉતારી દેવામાં આવ્યા એનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે અને એ નિર્ણયની વિરુધ્ધ દેખાવો યોજી રહી છે. કોંગ્રેસ એવું માની રહી છેકે, રાફેલ યુધ્ધ વિમાનના સોદામાં સરકારે ભ્રષ્ટાચાર કર્યો છે, જેની તપાસ સીબીઆઈના વડા આલોક વર્મા દ્વારા કરવામાં આવનાર હતી આથી સરકારે પોતાનું કૌભાંડ બહાર ના આવે તે માટે, તેમજ પુરાવાઓ નષ્ટ કરવા માટે જ આલોક વર્માને પદ પરથી હટાવ્યા છે. આથી કોંગ્રેસ સરકારના આદેશ સામે વિરોધ પ્રદર્શિત કરવા તમામ રાજ્યોના પાટનગરમાં સીબીઆઈની કચેરીઓ સામે દેખાવો યોજવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here