દિલ્હીમાં સિસોદિયા – જૈનનાં રાજીનામા

 

નવી દિલ્હીઃ  સુપ્રિમ કોર્ટે મંગળવારે કથિત દારૂ નીતિ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન  દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પી.ઍસ. નરસિમ્હાની બેîચે બંધારણની કલમ ૩૨ હેઠળ સીધા જ લ્ઘ્નો સંપર્ક અને કહ્નાં કે તે આ જ રાહત માટે હાઇકોર્ટનો સંપર્ક કરી શકે છે. ‘તે ખૂબ જ જસ્ટિસ નરસિમ્હાઍ કહ્નાં કે, દિલ્હીમાં ઍક ઘટના બને તો તેનો અર્થ ઍ નથી કે અમરો સંપર્ક કરવામાં આવે. સીબીઆઇઍ ૮ કલાકની પૂછપરછ બાદ સિસોદિયાની ધરપકડ કરી હતી. તપાસ ઍજન્સીઍ કહ્નાં હતું કે સિસોદિયા સાચા જવાબ આપી રહ્ના નથી આથી તેમના રિમાન્ડ જરૂરી છે.

મીડિયા રિપોર્ટસમાં સીબીઆઇ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જયારે લીકર પોલીસી દ્વારા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવી રહ્ના હતો, તે દરમિયાન સિસોદિયાઍ ઍક જ દિવસમાં ૩ ફોન બદલ્યા હતા. જુલાઇ ૨૦૨૨માં દિલ્હી ઉપ રાજયપાલ વી. કે. સકસેનાઍ મનીષ સિસોદિયા સામે સીબીઆઇ તપાસની માંગ કરી હતી. સકસેનાઍ સિસોદિયા સામે નિયમોનું ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ઇડી અને સીબીઆઇઍ સિસોદિયા સામે તપાસ શરૂ કરી હતી. આ મામલે ભાજપે આ નવા ટેન્ડર બાદ ખોટી રીતે દારૂના કોન્ટ્રાકટરોના ૧૪૪ કરોડ માફ કર્યાના આરોપો લગાવ્યા છે. સિસોદિયા આમ આદમી પાર્ટીના બીજા મંત્રી છે જેમની ઍક વર્ષથી ઓછા સમયમાં કેન્દ્રીય ઍજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે, ૨૦૨૨માં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે હજુ પણ જેલમાં છે. લીકર પોલિસીમાં સીબીઆઇની પૂછપરછ દરમિયાન ઍકસાઇઝ વિભાગના ઍક આઇઍઍસ અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીઍ કહ્નાં, સિસોદિયાઍ ઍવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. આ નિવેદનના આધારે સીબીઆઇ દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીઍમની પૂછપરછ કરવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ બાદ સીબીઆઇ હેડકવાર્ટરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દેશભરમં પ્રદર્શન કરી રહી છે. પંજાબ, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશમાં આપના સમર્થકોઍ પ્રદર્શન કર્યુ હતું. દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકરો ઍકઠા થયા છે. તમામ કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્નાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here