દિલ્હીમાં સિઝનનું સૌથી ઓછું તાપમાનઃ કાશ્મીરમાં બરફના તોફાનથી ઍલર્ટ

 

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફવરસાદની અસર મેદાની વિસ્તારો સુધી જોવા મળી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી સહિત ત્રણ રાજ્ય માટે યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટનગર નવી દિલ્હીમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું, આગામી દિવસોમાં મિનિમમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચે જઈ શકે છે.

ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભયંકર ઠંડી પડી રહી છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોરદાર ઠંડી પડી શકે છે.  મિનિમમ તાપમાન ૧.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઍ કહ્નાં હતું કે પાટનગરમાં આગામી બે દિવસ ઠંડીનું જોર રહેશે. ઍની સાથે આગામી બે દિવસ સુધી મિનિમમ ટેમ્પરેચર ૧.૪ ડિગ્રી નોંધાઈ શકે છે, અઢારમી જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થશે. પર્વતીય વિસ્તારોથી મેદાનીય વિસ્તારોમાં જોરદાર ઠંડી પડી રહી છે, જ્યારે અમુક વિસ્તારોમાં બરફ વરસાદ થઈ રહ્ના છે, તેથી અહીંના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડી શકે છે. મધ્યપ્રદેશમાં લઘુત્તમ તાપમાન ૧.૪ ડિગ્રીને ૭ ડિગ્રીઍ પહોંચ્યું હતું. ૧૫ વર્ષમાં મકરસંક્રાતિની આ સૌથી ઠંડી સવાર રહી હતી. ભોપાલ, રાયસેન, રાજગઢ, ગુના, ગ્વાલિયર સહિત ૯ જિલ્લામાં પારો ૭ ડિગ્રી કે તેનાથી નીચે રહ્ના. ઉત્તર પ્રદેશના મોટાભાગના શહેરોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. કાનપુરમાં લઘુત્તમ તાપમાન ૨.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્નાં હતું. આગ્રામાં તાપમાન ૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડીને જોતા ધોરણ ૮ સુધીની શાળાઓમાં ૧૭ જાન્યુઆરી સુધી રજા રાખવામાં આવી છે. પૃથ્વીના સૌથી ઠંડા પ્રદેશ તરીકે ઓળખાતા સાઇબેરિયન શહેરમાં આ વર્ષે તીવ્ર ઠંડી પડી રહી છે. ચાકુત્સ્ક શહેરમાં આ સપ્તાહે તાપમાન માઇનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. રશિયાના દૂર પૂર્વના પરમાફોસ્ટમાં મોસ્કોથી ૫૦૦૦ કિ.મી. પૂર્વમાં સ્થિત માઇનિંગ ટાઉનના રહેવાસીઓ ભારે ઠંડીથી પીડાઇ રહ્નાં છે. આ શહેરમાં તાપમાન નિયમિતપણે માઇનસ ૪૦ની નીચે પહોંચી રહ્નાં છે.