દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રસરકારને ફરમાન કર્યું.

0
871


ભારતની રાજધાની અને એતિહાસિક મહત્વ ધરાવતા મહાનગર દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. દિલ્હીમાં રહેનારા નિવાસીઓની શારીરિક સુખાકારી- તંદુરસ્તી માટે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્ય ક્ત કરી હતી. તાજેતરમાં તો પ્રદૂષિત હવા ક્રમશઃ ઝેરી બનતી જાય છે. લોકોને શ્વાસ લવામાં તકલીફ પડે છે. દૂષિત હવાનું શ્ર્વસન કરવાને કારણે લોકોને શ્વાસની અનેક બીમારીઓ થઈ જવાની સંભાવનાઓ બળવત્તર બની રહી છે. આ સમસ્યા સાથે કેવી રીતે કામ  પાડવું તેનો માર્ગ સુપ્રીમ કોર્ટે બતાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની સરકારને આદેશ આપ્યો હતો કે, સરકાર દિલ્હીમાં એક પ્યુરિફાઈંગ ટાવર લગાવવાનું માળખુ તૈયાર કરે. સુપ્રીમ કોર્ટે દિલ્હીની સરકારને સવાલ કર્યો હતો કે, આડ ઈવનની સ્કીમને કારણે દિલ્હીના પ્રદૂષણમાં કશો ઘટાડો થયો કે નહિ..

  સુપ્રીમ કોર્ટે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, દિલ્હી હાલની પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. દિલ્હીમાં રહેનારા લોકોના જીવન સામે સંકટ આવીને ઊભું છે.શુક્રવાર, 15 નવેમ્બરે  દિલ્હીનું એર કવોલિટી ઈન્ડેકસ 600ની આસપાસ છે. ઓડ – ઈવન સ્કીમ એ કંઈ પ્રદૂષણને કાબૂમાં લેવાને ઉપાય નથી. પ્રદૂષણનું સ્તર વધારવામાં કારનું માત્ર 3 ટકા જેટલું જ યોગદાન છે. પ્રદૂષણને તાત્કાલિક રીતે મર્યાદામાં લેવા માટે કોઈ પણ અસરકારક રસ્તો ઉપલબ્ધ નથી. દિલ્હીમાં ચાલતા અન્ય વાહનોનું કુલ મળીને પ્રદૂષણ સ્તરમાં 28 ટકાનો વધારો  કરે છે. 

    દિલ્હીના – એનઆરસીઆરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ હતી.