દિલ્હીમાં મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું : દેશમાં કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે

 

                મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની આ  બીજી લહેર પહેલાં કરતાં વધારે ખતરનાક છે. આવા માહોલમાં આપણે વેકસીન કરતાં ટેસ્ટીંગની વધારે ચર્ચા કરવી પડશે. તેના પર સહુએ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો એમાં એક પણ વ્યકતિ ટેસ્ટીંગ વગરની ના રહે તેનું ધ્યાન રાખવું પડશે. 

          ટ્રેકિંગ અને ટેસ્ટીંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામે જલ્દીથી સારાં મળશે. તેમણે મુખ્યપ્રધાનોને જણાવ્યું હતું કે, 11 એપ્રિલે જયોતિબા ફૂલેની જયંતિ છે. અને 15 એપ્રિલે આંબેડકર જયંતી છે. આપણે સહુ સાથે મળીને આ દિવસોને રસીકરણ ઉત્સવ તરીકે ઉજવીએ. આપણે આદિવસો દરમિયાન 45 વરસતી વધુ ઉંમરના વધુમા વધુ લોકોને રસી અપાવીએ. આ દરમિયાન રસીનો બિલકુલ બગાડ ના થાય- તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here