દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂઃ કોરોનાની બીજી લહેર એક નવો રેકોર્ડ બનાવી રહી છે..ચારે તરફ છે માતમ, ભય., રુદન અને મૃત્યુનો સન્નાટો…..!!

 

     પ્રાપ્ત સમાચાર અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે. 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા એક લાખ, 68 હજાર નવા કેસ સામે આવ્યા છે. 904 લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોના સંક્રમણની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય તજજ્ઞોનું માનવું છે કે, સંક્રમણનો  દર હજુ વધશે. રોજના સંક્રમણનો આંક અઢી લાખને પાર કરી જશે. જો સરકાર ઈચ્છે તો પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરી શકે છે. સરકાર  જો પાંચ દિવસનું સ્વૈચ્છિક સેલ્ફ  લોકડાઉન જાહેર કરે તો  એમાં હેરાન – પરેશાન થવાની જરૂર નથી. સેલ્ફ લોકડાઉનનો અર્થ એ છેકે   જેમને એવું લાગે કે તેઓ કોરોનાથી સંક્રમિત નથી તેઓ  તેમજ જે કોરોનાથી સંક્રમિત થયા છે તેઓ – પાંચ દિવસ સુધી  પોતાની જાતને ઘરમાં આઈસોલેટ કરે. તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળશે. કોરોનાનો નવો સ્ટ્રેન 70 ટકા ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સેલ્ફ લોકડાઉન – એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોરોનાની નવી લહેર યુવાનોને પણ સંક્રમિત કરે એવી શક્યતા છે. કોરોના બાબત જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાના પ્રોટોકોલનું પાલન નથી થતું. સહુએ સ્વયં જાતે શિસ્તનું પાલન કરવું જોઈએ. આ મહામારી જીવલેણ છે. ગંભીર બનીને એને બહાદુરીથી સામનો કરવા સજ્જ બનવું જ પડશે. બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન કરવાની તૈયારી કરી છે. મુંબઈમાં લોકલ ટ્રેનો અને બસ- પરિવહન અનિવાર્ય સેવા તરીકે ચાલુ રખાશે.