દિલ્હીની પટિયાલા હાઈકોર્ટે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમને આપી રાહતઃ એરસેલ મેકિસસ સોદામાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિની 26મી નવેમ્બર સુધી ધરપકડ નહિ કરાય

0
821

કોર્ટમાં ચાલી રહેલા એરસેલ મેકિસસ સોદામાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને રાહત આપવામાં આવી છે. ચિદમ્બરમ અને તેમના પુત્રની આગામી 26 નવેમ્બર સુધી ધરપકડ નહિ કરવા અદાલતે આદેશ આપ્યો છે.

 જયારે બીજી તરફ સર્વોચ્ચ અદાલતે કાર્તિ ચિદમ્બરમને તેમના કેસની અરજન્ટ સુનાવણી નહિ કરવાનું જણાવી દીધું છે. અદાલતે કાર્તિને વિદેશ જવા માટેની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. કાર્તિ વિરુધ્ધ સંખ્યાબંધ ક્રિમિનલ કેસો છે . તેમણે  વિદેશ જવા માટે મંજૂરી માગી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, કાર્તિને વિદેશ જવું એ કોઈ ઈમરજન્સી બાબત નથી. જેથી અન્ય કેસોની અગાઉ તેમના કેસની સુનાવણી હાથ ધરવામાં નહિ આવે. અદાલત પાસે અનેક કેસો પેન્ડિંગ પડેલા છે. સીબીઆઈ અને ઈડીએ દ્વારા કાર્તિ ચિંદમ્બરમ અને તેમના પિતા પી. ચિદમ્બરમ વિરુધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે.