દિલ્હીના મશહૂર ઐતિહાસિક લાલ કિલ્લાને પાંચ વરસના સમયગાળા માટે દત્તક લેતું ભારતનું અતિ પ્રતિષ્ઠિત કોરપોરેટ દાલમિયા ભારત ગ્રુપ

0
801

 

ભારતની ઐતિહાસિક વિરાસત ગણાતા મશહૂર લાલ કિલ્લાને ભારતના જાણીતા ઉદ્યોગ જૂથ દાલમિયા ગ્રુપે પાંચ વરસ માટે દત્તક લીધો હોવાની આધારભૂત માહિતી જાણવા મળી હતી.મોગલ બાદશાહ શાહજહાંએ 17મી સદીમાં એનું નિર્માણ કરાવ્યું હતું. મોટા મોટા ઉદ્યોગ જૂથો જાણીતી અને મહત્વની ઐતિહાસિક ઈમારતોને દત્તક લઈને તેની દેખભાળ કરવાની જવાબદારી લે છે. તેનું સમારકામ અને સુધાર કરે છે. તેના મૂળ માળખાની જાળવણી કરવાની સાથે સાથે તેને વિકસિત બનાવે છે. એડોપ્ટ એ હેરિટેજ નીતિ અનુસાર દાલમિયા ગ્રુપે નરેન્દ્ર મોદીની કેન્દ્રીય સરકાર પાસેથી લાલ કિલ્લાને દત્તક લીધો હતો. લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે વધુ લોકપ્રિય બનાવવા  તેમજ પર્યટક સ્થળ તરીકે નવેસરથી એને વિકસિત કરવાનું આયોજન કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું