દિલ્હીના અમુક તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સંચારબંધી સાથે 144મી કોલમ લાગુ કરી દેવામાં આવી છે. લોકોને ઘરની બહાર ના નીકળવાની વિનંતી કરવામાં આવી છે. 

0
731

 

 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી રવાના થયા બાદ દિલ્હી પોલીસે તોફાનીઓ માટે શૂટ એટસાઈટ- દેખો ત્યાં ઠાર કરોના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના અમુક તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સંચારબંધી સાથે 144મી કોલમ લાગુ કરી દેવામાં આવી છે. લોકોને ઘરની બહાર ના નીકળવાની વિનંતી કરવામાં આવી છે. 

     દિલ્હીમાં પાંચ આઈપીએસ અધિકારીની બદલી કરી નાખવામાં આવી છે. સંજય ભાટિયાને સેન્ટ્રલ ઝોનના ડીસીપીનો અખત્યાર સોંપવામાં આવ્યો છે. દિલ્હીના અસરકારક વિસ્તારોમાં લશ્કરના જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી છે. દિલ્હીમાં શાંતિં સ્થાપવા માટે શું શું અનિવાર્ય પગલા લેવાં તેની ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અરવિંદ કેજરીવાલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. હિંસાને રોકીને પરિસ્થિતિને રાબેતા મુજબની કરવા માટે સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.