દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત

 

નડિયાદ: શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચા‚સેટમાં ભુતપૂર્વ કેન્દ્રિય મંત્રી, દિલાવર દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કાર્યક્રમ તેમજ મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચા‚સેટ વચ્ચે એમઓયુ કરવાનો યોજાયો હતો.  શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચા‚રુસેટ કેમ્પસ માટે રૂ‚પિયા 1.31 કરોડ ઉપરાંતનું માતબર દાન આપનાર દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ એનાયત કરાયો હતો. 

આ પ્રસંગે કેળવણી મંડળ-ચા‚રૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળના- CHRFના સેકેટ્રરી ડો. એમ. સી. પટેલ, CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કિરણભાઈ પટેલ, જોઈન્ટ સેકેટ્રરી મધુબહેન પટેલ, CHRFના સહમંત્રી ધી‚રુભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ, ચા‚સેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, દાતા પરિવારમાં દિનશા પટેલના ધર્મપત્ની કુંદનબહેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. 

મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચા‚રુસેટ વચ્ચે MOU વિષેની માહિતી ARIPના પ્રિન્સિપાલ ડો. બાલા ગણપતિએ આપી હતી અને જણાવ્યુ હતું કે મહાગુજરાત મેડિકલ સોસાયટી (MMS) અને ચારૂ‚સેટ વર્ષોથી એકબીજા સાથે શિક્ષણ અને તબીબી ક્ષેત્રે સંકળાયેલા છે. મહાગુજરાત મેડિકલ સોસાયટીમાં 2018થી બે ફિઝિયોથેરપી સેન્ટર કાર્યરત છે જેમાં 42 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ત્યારબાદ મહાગુજરાત મેડિકલ સોસાયટી તથા ચા‚સેટ વચ્ચે MOU આપ-લે કરવામાં આવી હતી. આ પછી દાન ભાસ્કર એવોર્ડ એનાયત કાર્યક્રમ શ‚ થયો હતો. સુરેન્દ્ર પટેલના હસ્તે દાતા દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો. 

દિનશા પટેલે પ્રતિભાવ વ્યક્ત કરતા આ એવોર્ડ બદલ આભાર, ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પરોપકારની ભાવના સારા માણસોમાં હોય છે. આથી માગો તો મળશે, શોધો તો જડશે અને ખટખટાવો તો દ્વાર ખુલશે. આપણે દ્વાર ખોલવા પરિશ્રમ કરવો પડશે. સાચા દિલથી પ્રયાસ કરવો પડશે પ્રેમ-વિશ્ર્વાસ-સત્યનો પરિશ્રમ સફળતા અપાવશે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું પરિબળ શિક્ષણ છે.