દાયકા જૂના સમજૌતા એકસપ્રેસ  બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો : વિશેષ અદાલતે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

0
370

 

Reuters

દિલ્હીથી લાહોર જઈ રહેલી સમજૌતા એકસપ્રેસ ટ્રેનમાં 18 ફેબ્રુઆરી 2007ના દિવસે પાનીપતના દિવાના રેલવે સ્ટેશનની નજીક ભયંકર વિસ્ફોટ થયો હતો. જેને લીધે ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. જેમાં આશરે 68 જેટલાં લોકો જીવતા બળી મુવા હતા. મરનારા લોકોમાં મોટાભાગે પાકિતાનના રહેવાસીઓ હતા. પોલીસને ઘટનાસ્થળેથી બે સૂટકેસ બોમ્બ પણ પ્રાપ્ત થયા હતા. જે બોમ્બનો વિસ્ફોટ થયો નહોતો. એવું કહેવામાં આવે છે કે આ સમજૌતા એકપ્રેસ ટ્રેનમાં દિલ્હીથી બે વ્યક્તિઓ ચઢી હતી , થોડા સમય બાદ તેઓ રસ્તામાં જ કયાંક ઉતરી ગયા હતા. ત્યારપછી જ ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. 15મી માર્ચ, 2007ના હરિયાણાના પોલીસતંત્રે બે શંકાસ્પદ વ્યક્તિઓની ઈન્દોરથી ધરપકડ  કરી હતી. પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિઓના સૂટકેસના કવરને આધારે તેમને શોધી કાઢી શકી હતી. 26 જુલાઇ, 2010ના આ કેસ એનઆઈએને સુપરત કરવામાં આવ્યો હતો. સ્વામી અસીમાનંદને આરોપી બનાવવામાં આવ્યો હતો.

 વિશેષ અદાલતે અનિવાર્ય પુરાવાઓના અભાવને આઘારે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અદાલતે પુરાવાઓના અભાવને કારણે મુખ્ય આરોપી અસીમાનંદ સહિત લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજેન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી મૂરક્યા હતા.