દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ નિધન, આત્મહત્યા કર્યા હોવાનું અનુમાન

 

દાદરાનગર હવેલીઃ રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. ૫૮ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાં તેમનું નિધન થયું હતું. તેમની બોડી પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. ઘટનાની જાણ થતાં મુંબઇ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. તેઓ સાત ટર્મ સુધી સાંસદ રહ્યા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો કહેવામાં આવી રહ્યો છે. જોકે પોલીસે હજુ સુધી પુષ્ટી કરી નથી અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. મોહન ડેલકરની ઉંમર ૫૮ વર્ષની છે. તે દાદરાનગર હવેલી લોકસભા ક્ષેત્રમાંથી અપક્ષ સાંસદ હતા.