દાઉદી વોહરા સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી…

0
1022

તાજેતરમાં ઈન્દોર ખાતે આયોજિત  દાઉદી વોહરા સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. દાઉદી વોહરા સમુદાયના  ધર્મગુરુ સૈયદના મુફદ્લ સૈફુદી્ન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા. વડાપ્રધાને દાઉદી વોહરા કોમના શાંતિપ્રિય અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી હતી. ભારતના વિકાસમાં અને દેશમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ રચવા માટે તેમણે દાઉદી વોહરા કોમના ખૂબ વખાણ કર્યા હતા. ઈન્દોરના માણેકબાગ સ્થિત સૈફી મસ્જિદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.