દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા ભજનસંધ્યા કાર્યક્રમ યોજાયો

નડિયાદઃ શ્રી દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળ, નડિયાદ દ્વારા ભજનસંધ્યા કાર્યક્રમ જ્ઞાતિની વાડીમાં તાજેતરમાં મલ્હાર ગ્રુપના સૌરભ પરીખ અને છાયા પરીખની સાથે સાથી કલાકારોના મધુર કંઠે ખૂબ જ સુંદર રીતે યોજાઈ ગયો. સમગ્ર કાર્યક્રમ દાતાશ્રીઓએ આપેલા દાનથી કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ માણવા માટે કોઈ ચાર્જ નહોતો રાખ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમુખ મીતાબહેન કમલભાઈ શાહના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ધનુરમાસ નિમિત્તે ખીચડો-કઢી-શાક-લાડુ અને પાપડનું શાક બહેનોએ જાતે બનાવીને પીરસ્યું હતું, જેમાં સમગ્ર કારોબારી ટીમે ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સુંદર રીતે દીપાવ્યો હતો. આવેલા મહેમાનોનું અને દાતાશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.