દર્દીઓની સારવાર માટે પ્રતિબદ્ધ વડોદરાની વિખ્યાત બાલાજી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ

0
1079

ડો. એસ. આર. આયંગર,  ડો. પદ્મા એસ. આયંગર

વડોદરાઃ વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં વિખ્યાત બાલાજી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ શ્રી વેંકટેશ્વર હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડનું યુનિટ છે.
આ હોસ્પિટલની શરૂઆત માર્ચ, 2001માં થઈ હતી. 50 બેડની આ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે પ્રતિબદ્ધ છે અને દર્દીઓ હસતા ચહેરે સાજા થઈ ઘરે જાય તેવી આશા રાખે છે.
બાલાજી હોસ્પિટલ (મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ) નાગરિકોના આરોગ્યને જાળવવા અને તેમાં સુધારો કરવા માટે સંપૂર્ણ સમર્પિત અને પ્રતિબદ્ધ છે. આ હોસ્પિટલ નોન-ક્રિટિકલ અને ક્રિટિકલ દર્દીઓને અત્યાધુનિક સેવા પૂરી પાડે છે. માર્ચ, 2001થી હોસ્પિટલમાં બન્ને ઇનડોર-આઉટડોર દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ હોસ્પિટલમાં ચોવીસે કલાક ડોક્ટરો અને નર્સોની સેવા ઉપલબ્ધ છે. ઇનડોર અને આઉટડોર પેશન્ટોને સેવા મળી શકે છે. હોસ્પિટલમાં વિવિધ રૂમો હવાઉજાસવાળા, ચોખ્ખા અને હાઇજેનિક છે. સુંદર ગાર્ડન ધરાવતી બહુ ઓછી હોસ્પિટલો વડોદરામાં છે, બાલાજી હોસ્પિટલ એમાંની એક છે.
હોસ્પિટલમાં વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે, જેમાં ચોવીસે કલાક અને સાતેય દિવસ ઇમરજન્સી કેર, સુસજ્જ બે ઓપરેશન થિયેટર, ચોવીસે કલાક-સાતેય દિવસ ફાર્મસી, ડિજિટલ એક્સ-રે મશીન, રાઉન્ડ ધ કલોક એમ્બ્યુલન્સની સુવિધા, લેબોરેટરી સેવા, મેડિકલ સ્ટોરનો સમાવેશ થાય છે. નર્સિંગ સ્ટાફ માટે ડ્યુટી રૂમ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સંપૂર્ણ સ્ટરિલાઇઝેશન સિસ્ટમ છે. બ્લડ-યુરિન-સ્ટૂલ વગેરેની તપાસ માટે પેથોલોજિકલ લેબોરેટરીની પણ સુવિધા છે. હોસ્પિટલમાં સ્ટેન્ડબાય જનરેટર છે, જેનાથી કાયમ માટે વીજળી ઉપલબ્ધ હોય છે.
હોસ્પિટલમાં રાઉન્ડ ધ કલોક એમડી ફિઝિશિયન અને ક્વોલિફાઇંગ નર્સિંગ સ્ટાફ દર્દીઓની દેખરેખ માટે ઉપલબ્ધ હોય છે. હોસ્પિટલમાં ચોવીસે કલાક ડોક્ટરોની સેવા ચાલુ રાખવામાં આવી છે. બાલાજી હોસ્પિટલ આઇએસઓ 9001-2008 ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન ધરાવે છે.
હોસ્પિટલમાં સંપૂર્ણ ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ કેર, પીડિયાટ્રિક કેર, કાર્ડિયાક એન્ડ ડાયાબિટિક્સ કેર, ઇન્ટરનલ મેડિસિન, ડાયાબિટીસ ક્લિનિક, ઓર્થોપેડિક સર્જરી, ન્યુરો-સર્જરી, ગાયનેકોલોજી, કોસ્મેટિક સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, ઓન્કો સર્જરી, યુરો સર્જરીની સુવિધા છે. આ ઉપરાંત ઈકો, ઇસીજી, પીએફટી, કોમ્પ્યુટરાઇઝ્ડ ટીએમટી, સોનોગ્રાફી, એક્સ-રે ડાયગ્નોસ્ટિક ઉપલબ્ધ છે.
હોસ્પિટલના ડિરેક્ટર ડો. એસ. આર. આયંગર ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે તેમનાં પત્ની ડો. પદ્મા એસ. આયંગર ડિરેક્ટર છે અને ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિસિયન છે. આ ડોક્ટર દંપતી દર્દીઓની ઉત્કૃષ્ટ અને ગુણવત્તાયુક્ત સારવાર કરવા માટે સદાય પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. આ સિવાય ગાયનેકોલોજી, એનેસ્થેસિયા, પીડિયાટ્રિક, પેથોલોજી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, ઓન્કો-સર્જરી, યુરોસર્જરી, ફિઝિયોથેરપી, સાઇકિયાટ્રી, ઇએનટી, ન્યુરોલોજી, રેડિયોલોજી, પલ્મોનોલોજિસ્ટ, એન્ડોક્રિનોલોજી, ઇન્ફેકશિયસ ડિસીસ માટેના ડોકટરોની ટીમ પણ છે.
સંપર્કઃ બાલાજી હોસ્પિટલ
0265-2282111, 2282112
મોબાઇલઃ 9624016807