દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી, અમલમાં પણ છે

 

અમદાવાદઃ વિશ્વમાં દરિયાપાર વસતા આશરે ત્રણ કરોડ બિનરહીશ ભારતીયો (ફ્ય્ત્)માંથી એક કરોડ જેટલા તો ગુજરાતીઓ છે. એનઆરઆઈઓ લગભગ ત્રીજો હિસ્સો ગુજરાતીઓનો છે. તેઓ માત્ર સંખ્યાની રીતે જ વધુ છે તેવું નથી, ગુજરાતી ડાયસ્પોરિક સમાજ વ્યાપક હોવાની સાથે સાથે પ્રભાવક પણ છે, એટલું જ નહીં તેમના હૃદયમાં માદરેવતન ગુજરાત કાયમ ધબકે છે અને તેઓ વિવિધ રીતે પોતાનો વતનપ્રેમ વ્યક્ત પણ કરે છે. દરિયાપાર વસતા લાખો-કરોડો ફ્ય્ત્ કે પછી ગુજરાત બહાર ભારતમાં વસતા આશરે એક કરોડ જેટલા ફ્ય્ઞ્… તેમનો વતનપ્રેમ માત્ર હૃદયમાં નથી, અમલમાં પણ છે… 

પ્રવાસી ભારતીય દિવસ, નવમી જાન્યુઆરી, ૨૦૨૧,  રમેશ તન્નાએ યોજેલા વર્ચ્યુઅલ સેમિનારમાં દરિયાપારના ગુજરાતીઓનો વતનપ્રેમ એ વિષય પર બોલતાં કહ્યું હતું. તેમણે અનેક ઉદાહરણો આપીને જણાવ્યું હતું કે વિદેશમાં વસતા ગુજરાતીઓ અહીંની બેન્કો, શેરબજાર, જમીન, રીઅલ એસ્ટેટ અને વિવિધ ઉદ્યોગોમાં તો કરોડો રૂપિયા રોકે જ છે, પણ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ ઉદાર હાથે કરોડો રૂપિયાની સખાવતો આપે છે. અને દરિયા પાર વસતા ગુજરાતીઓની સજ્જતા (સ્કીલ) અને સંવેદનાનો ગુજરાતનાં ગામોના ઉત્કર્ષ માટે વિનિયોગ કરવાની જરૂરિયાત છે.

આ પ્રસંગે અમેરિકા સ્થિત સુનિલ નાયકે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગૌરવ થાય એ રીતે ગુજરાતી ડાયસ્પોરા સક્રિય છે, આમ છતાં હજી ઘણા પ્રશ્નો છે. ઘણું કામ કરવાનું બાકી છે. ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ રામ ગઢવીએ અમેરિકામાં જુદા જુદા સ્તરે કાર્ય કરતી ભારતીય-ગુજરાતી સંસ્થાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે દરિયાપારના ગુજરાતીઓ ભાષા-સાહિત્ય-કલા-સમાજસેવા ઈત્યાદિમાં સતત સક્રિય રહે છે. 

ધર્મજ ડેના રાજેશ પટેલે ધર્મજ અને ચરોતરના વતનપ્રેમી ફ્ય્ઞ્ સમુદાયની પ્રેરક વાતો ઉદાહરણ આપી ધર્મજ ડેની ઉજવણીની યથાર્થતા માટે આનંદ વ્યક્ત કર્યો હતો. આભાર પ્રવચન કરતાં ફ્ય્ત્ પેરેન્ટ્સ એસોસિએશન, અમદાવાદના પ્રમુખ હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ પ્રકારના ઉપક્રમો ફ્ય્ત્ સમુદાય માટે કામ કરતી સંસ્થાઓને વંગવંતી હોવાથી નિયમિત રીતે તેનું આયોજન થવું જોઈએ. 

કાયક્રમના પ્રારંભમાં જય જય ગરવી ગુજરાતનું ગાન થયું હતું જ્યારે એક પંજાબી ભાષાના ગાનથી કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમ આશરે પોણા બે કલાક ચાલ્યો હતો અને વિશ્વના ઘણા દેશોમાંથી લોકો જોડાયા હતા.