દગાબાજ ચીનને પાઠ ભણાવવાની કવાયત શરૂ, લેવાયું આ મોટું પગલું

નવી દિલ્હીઃ લદાખ સરહદે ભારતીય સૈનિકો પ્રત્યે ચીનનું આક્રમક વલણ જોતા હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે બીએસએનએલની ૪-ઞ્ સેવાઓમાં ચાઈનીઝ ઉપકરણોના પ્રયોગ પર નિર્ભરતા ઓછી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે બીએસએનલને નિર્દેશ આપ્યા છે કે સુરક્ષા કારણોસર તેઓ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિભાગે ટેન્ડર પર ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત દૂરસંચાર વિભાગે ખાનગી ટેલિકોમ કંપનીઓને પણ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણો પર નિર્ભરતા ઓછી કરવાનું કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણોનું નેટવર્ક સિક્યુરિટી હંમેશા શંકાસ્પદ હોય છે. 

અત્રે જણાવવાનું કે સોમવારે લદાખ સરહદે ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચાઈનીઝ આર્મી વચ્ચે થયેલી હિંસક  અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા છે. આ બાજુ ચીને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લદાખમાં ભારત-ચીન સરહદી વિસ્તારોની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ૧૯મી જૂને સાંજે પાંચ વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here