દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના મશહૂર અને અતિ લોકપ્રિય અભિ્નેતા  અને મહાન રાજકીય નેતા નંદમૂરિ તારક રામારાવ – એનટીઆરના જીવન પર બાયોપિક બનશે જાન્યુઆરી 2019માં એ બે ભાગમાં રિલિઝ કરવામાં આવશે…

0
1163

 


એનટીઆર  અનેક વરસો સુધી આંધ્રના મુખ્યપ્રધાન પદે રહયા હતા. તમિલ – તેલુગુ ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને તેમણે લોકોના હદયમાં ખાસ સ્થાન મેળવી લીધું  હતું. લોકો તેમને અને તેમની ફિલ્મોને પસંદ કરતાં હતા. તેઓ એમના સમયકાળના એક સૌથી લોકપ્રિય રાજકારણી અભિનેતા હતા. તેમની ફિલ્મ બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવશે. ફિલમ મણિકર્ણિકાના ડિરેકટર કૃષ જગરલા મુડી  આ ફિલ્મનું નિર્દેશન કરી રહયા છે. આ ફિલમનો 1લો ભાગ 9 જાન્યુઆરી, 2019ના અને બીજો ભાગ 24 જાન્યુઆરી, 2019ના રિલિઝ કરવામાં આવશે. પહેલા ભાગમાં એનટીઆરની ફિલ્મ – કારકિર્દી અને બીજાભાગમાં એનટીઆરની રાજકીય કારકિર્દી  દર્શાવવવામાં આવશે. આ ફિલ્મમાં બોલીવુડના કલાકારે પણ ભૂમિકાઓ ભજવશે. એનટીઆરનાં પત્ની બસવતારકમની ભૂમિકા વિદ્યા બાલન ભજવશે.