દક્ષિણ-પૂર્વ એશિયા પર વર્ચસ્વની કોઈ ઈચ્છા નથીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગ

 

બેઈજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગે સોમવારે જણાવ્યું હતું કે તેમનો દેશ દક્ષિણપૂર્ણ એશિયા પર તેનું પ્રભુત્વ નહિ મેળવે કે તેના નાના પાડોશી દેશોને પરેશાન નહિ કરે. હાલમાં દક્ષિણ ચીન દરિયામાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે તેનું નિવેદન સૂચક છે. એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન)ના સભ્યો સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન શી જિનપિંગે વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ચીન અને જૂથ દેશો વચ્ચેના સંબંધોની ૩૦મી વર્ષગાંઠે તેઓ બોલી રહ્યા હતા. બે રાજદ્વારીએ કહ્યું હતું કે આસિયાન સભ્ય મ્યાનમાર સોમવારની મીટિંગમાં હાજર રહ્યું નહતું. તેના લશ્કરે ગોઠવેલી સરકારે હાંકી કઢાયેલા નેતા ઓંગ સાન સુ ક્યી અને અન્ય ધરપકડ કરાયેલા નેતાઓ સાથે એસિયનના રાજદૂતને મળવાનો ઇનકાર કરી દીધો હતો. ચીને દક્ષિણ એશિયા પ્રાંતમાં તેની તાકાત અને પ્રભુત્વ અંગે જન્મેલી ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસકરીને દક્ષિણ ચીનના દરિયા પરના તેના દાવાથી એસિયનના સભ્ય દેશો મલેશિયા, વિએતનામ, બ્રુનેઇ અને ફિલીપાઇન્સ ભડક્યા છે. 

શી જિનપિંગે ઉમેર્યું હતું કે ચીન પ્રભુત્વ અને પાવર પોલિટિક્સનો વિરોધ કરે છે. તે તેના પાડોશીઓ સાથે મિત્રતાભર્યા સંબંધો જાળવવા ઇચ્છે છે અને પ્રાંતમાં સંયુક્તપણે કામ કરવાની નીતિમાં માને છે. અમે કોઇને નાનું સમજવામાં માનતા નથી. ચીની કોસ્ટગાર્ડ શિપ્સે વિવાદિત દક્ષિણ ચીન દરિયામાં સૈનિકોને ખાવાનો પૂરવઠો લઇ જતા બે ફિલીપાઇન નૌકાઓને અટકાવી દીધા હતા અને તેમને પાછા જવાની ફરજ પાડી હતી. એના થોડાક દિવસોમાં શીની ટિપ્પણી આવી છે. જોકે ફિલીપાઇન્સના પ્રમુખ રોડ્રિજો ડ્યુટેર્ટેએ તેમની ટિપ્પણીમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

આ બેઠકમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને ૨૦૧૬ના આર્બિટ્રેશનના ચુકાદાને નકારતી ચીનની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ચીનની સાર્વભૌમકતા અને હિતોને પડકારતાં કોઇ પણ પ્રયાસને સફળ ન થવા દેવાય. ચીનના કોસ્ટ ગાર્ડ જહાજોએ વિવાદિત દક્ષિણ ચીન સમુદ્ર કિનારે સૈનિકોને પુરવઠો લઈ જતી ફિલિપાઈન્સની બે બોટ પર પાણી ફેંક્યા બાદ શીની ટિપ્પણી આવી છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ સંમેલનમાં ભાષણ આપતા આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ શી જિનપિંગે રિએક્શન આપ્યું છે. રિપોર્ટ પ્રમાણે આસિયાનના આ ઓનલાઇન સંમેલનમાં મ્યાનમારના કોઈ પ્રતિનિધિ સામેલ થયા નથી. હકીકતમાં મ્યાનમારની સૈનિક સરકારે આસિયાનના દૂતની ધરપરડ કરાયેલ નેતા સા સૂ ચીન અને બીજા નેતાઓ સાથે મુલાકાત કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આસિયાને મ્યાનમારના સૈન્ય શાસક જનરલ મિન આંગ હલિંગને આ સંમેલનમાં સામેલ થવાથી રોકી લીધા હતા