દક્ષિણ ગુજરાતમાં હનુમાન દાદાની સૌથી ઊંચ પ્રતિમાં સ્થાપિત

 

સુરતઃ સુરતના જિલ્લાના બારડોલી તાલુકાના મોરી ઉછરેલ ગામના પાદરે હનુમાનદાદાની સૌથી ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવાનું અમેરિકાના શ્રદ્ધાળુઓએ સંપન્ન કરી આપ્યું છે. દૂર હાઈવે પરથી દર્શન થઇ શકે તે રીતે હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું વિધિવત્ રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મોરીગામ (ઉછરેલ) આમ તો નાનકડું છે ગામના મોટા ભાગના લોકો અમેરિકામાં સ્થાયી થયેલા છે. પ્રતિમાની સાથે સાથે નવગ્રહનું પણ સ્થાપન કરેલ છે. અમેરિકાના લોકો સાથે સ્થાનિક લોકો નિપૂર્ણ શિલ્પીઓ અને કોન્ટ્રાક્ટરો જોડાયા હતા. આ ભવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા અમેરિકામાં વસતા મોટી ગામના લોકોએ સહકાર આપતા એનઆરઆઈ (કેલિફોર્નિયા)ના રમણભાઈ ડાહ્યાભાઈ પટેલનું સ્વપ્ન સાકાર થયું હતું. હનુમાન દાદાની પ્રતિમા વિશાળ જગ્યામાં આકાર લેશે જેથી એક સાથે ૪૦૦ કરતા વધુ હરિભક્તો દર્શન કરી શકશે. ભવિષ્યમાં આ પવિત્ર સ્થાનમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ કરવામાં આવશે. હરિભક્તો માટે મોરી ગામ એક યાત્રાધામ બની જશે એમાં શંકાને સ્થાન નથી