દક્ષિણ કોરિયામાં પાલતુ પ્રાણીમાં Covid-19 પ્રથમ કેસ, બિલાડીનું બચ્ચુ કોરોનાથી સંક્રમિત

 

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયામાં એક પાલતુ પ્રાણીમાં કોવિડ-૧૯ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં એક બિલાડીના બચ્ચાંનો કોરોના પોઝિટિવ આવ્યો છે. બિલાડીના બચ્ચાંની તપાસ ગુરુવારે થઈ, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારી અધિકારીઓ અનુસાર, આ બિલાડીનું બચ્ચું દક્ષિણ ગિયોંગયૈંગ પ્રાંતના દક્ષિણ પૂર્વી શહેર જિંજૂમાં એક ધાર્મિક સ્થળ પર મળ્યું હતું. દક્ષિણ કોરિયામાં પાલતુ પ્રાણીમાં covid-19 સંક્રમણનો આ પ્રથમ કેસ છે. 

સમાચાર એજન્સી યોનહપે રવિવારે પ્રધાનમંત્રી ચુંગ સિય-ક્યૂએનના હવાલાથી કહ્યુ, હાલમાં વ્યાપક પ્રકોપ સાથે જોડાયેલી ટ્રેકિંગ પ્રક્રિયા દરમિયાન સ્વાસ્થ્ય અધિકારીઓએને એક પાલતુ પશુમાં કોરોના પોઝિટિવ મામલો જોવા મળ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ત્યાં ગયેલા ૨૯ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ લોકો સહિત ૧૦૦થી વધુ લોકો પોઝિટિવ આવ્યા હતા. અધિકારીઓએ એક ટ્રેકિંગ પ્રક્રિયા દરમિયાન જોયું કે એક ધાર્મિક સ્થળની પાસે ત્રણ પાલતુ બિલાડી રહે છે. મોટી બિલાડી પોતાના પુત્ર અને પુત્રીની સાથે રહે છે. આ ત્રણેયમાં બિલાડાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓને શંકા છે કે આ નાના બિલાડાના શરીરમાં વાયરસ પોતાની માતા અને બહેનના સંપર્કથી પહોંચ્યો છે. 

એક સરકારી અધિકારીએ સ્વાસ્થ્ય નિષ્ણાંતનો હવાલો આપતા કહ્યું કે, પાલતુ જાનવરોથી મનુષ્યોમાં વાઇરસ પહોંચવો દુર્લભ મામલો છે. પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય અધિકારીઓને આગ્રહ કર્યો કે તે પાલતુ જાનવરોની સાથે રહેતા લોકો પર ખાસ નજર રાખે અને પારદર્શી રીતે તપાસ કરી નિષ્કર્ષ આપે કે શું જાનવરોના સંપર્કમાં રહેવાથી વ્યક્તિ સંક્રમિત થાય છે