દક્ષિણ કોરિયાના ફર્સ્ટ લેડી કિમ- જોંગ સુકે દિલ્હીમાં ફોગાટ પરિવારની મુલાકાત લીધી

0
1313

દક્ષિણ કોરિયાના પ્રમુખની પત્ની કિમ જોંગ સુકે તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે દિલ્હીમાં દંગલ ફિલ્મના સ્ટાર પરિવાર ફોગાટ કુટુંબની પણ મુલાકાત લીધી હતી. આ સમયે મહાવીર ફોગાટે દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડીને ગદા ભેટ આપીને તેમનું સન્માન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ સાથે મળીને દંગલ ફિલ્મ પણ જોઈ હતી. જે જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં હતા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે અને તેમના પત્ની કિમ જોંગ સુક ગત રવિવારે પોતાની પ્રથમ ભારત યાત્રાએ આવ્યા હતા. દંગલ ફિલ્મ જોઈને તેઓ ફોગાટ પરિવારના પ્રશંસક બની ગયા હતા.