દક્ષિણ આફ્રિકાની ધરતી પર 5-1થી  વન-ડે ક્રિકેટની સિરિઝ જીતતી ભારતની ક્રિકેટ ટીમ

0
910

 

ભારતની ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાની ટીમને છઠ્ઠી વન-ડે  મેચમાં 8 વિકેટથી હરાવીને 5-1થી સિરિઝ જીતી લીધી હતી. દ. આફ્રિકાની ટીમે 46-5 ઓવરમાં બધી જ વિકેટ ગુમાવીને માત્ર 204 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભરતની ક્રિકેટ ટીમે કેવલ 32-1 ઓવરમાં 2 વિકેટના ભોગે 206 લઈને વિજય હાંસલ કરી લીધો હતો. પોતાની વનૃડે ક્રિકેટ કારકિર્દીનું 35મું શતક બનાવીને 129 રન સાથે તેઓ ઓ આમેચમાં પોતાનું યોગદાન આપ્યું હતું.અજિંકય રહાણે 34 રન સાથે નોટ આઉટ રહ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની રમત દરમિયાન 96 બોલનો સામનો કરીને 19 ચોકા અને બે સિકસર મારીને પ્રશંસકોના દિલ જીતી લીધાં હતા. ભારતની ટીમની બેટિંગની શરૂઆત આશાસ્પદ નહોતી. વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ સારો આરંભ કર્યા બાદ માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.