દક્ષિણની ફિલ્મોના (તેલુગુ) સુપર સ્ટાર આલુ અર્જુન કોવિડ પોઝિટિવ ….

 

       તેલુગુ ઇપ્મોના સુપર સ્ટાર સ્ટાઈલિશ અભિનેતા આલુ અર્જુનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. અભિનેતાએ પોતાના ઈન્સ્ટ્રાગામ એકાઉન્ટ પર તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપીને પોતાને પોતાના ઘરમાં જ ક્વોરેન્ટાઈન કરી દીધા હતા. આલુ અર્જુને જણાવ્યું હતું કે, સહુને મારા નમસ્તે. હું કોવિડ પોઝિટિવ બની ગયો છું. મેં મારી જાતને અલગ કરી દીધી છે. હું તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું. 

     આલુ અર્જુને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઘરે રહો, સલામત રહો અને જયારે પણ તક મળે ત્યારે રસી જરૂર મૂકાવજો.