દક્ષિણના પ્રસિધ્ધ અભિનેતા કમલ હાસને નથુરામ ગોડસેને  પહેલો હિંદુ આતંકવાદી ગણાવ્યો હતો-તામિલનાડુના પ્રધાન કેટીઆર – બાલાજીએ કમલ હાસનના વિધાનની આલોચના કરી ..

0
971
Actor Kamal Haasan. (File Photo: IANS)

         જાણીતા અભિનેતા કમલ હાસને ગાંધીજીની હત્યા કરનારા નથુરામ ગોડસેને સ્વતંત્ર ભારતના પ્રથમ આતંકવાદી તરીકે ઓળખાવ્યો હતો. કમલ હાસનની ઉપરોક્ત ટિપ્પણીના ખૂબ ઊંડા પ્રત્યાઘાતો પડયા છે. કમલ હાસને નથુરામ ગોડસેને પ્રથમ હિંદુ આતંકવાદી ગણાવ્યો એ એની મૂર્ખતાનું  પ્રદર્શન છે. એની તો જીભ કાપી નાખવી જોઈએ. કેટીઆરે જણાવ્યું હતું કે, એક વ્યકિતએ ખોટું કામ કર્યું એના માટે આખા સમાજને દોષિત ઠરાવીને ડાઘ ના લગાવી શકાય. લધુમતી કોમના મત મેળવવા માટે કમલ હાસને આવું વિધાન કર્યુ છે. ઈલેકશન કમિશને કમલ હાસનની વિરુધ્ધ કાર્યવાહી કરવી જોઈએ. કમલ હાસન આરાવાકુરુચી વિધાનસભા મત- વિસ્તારમાં પોતાના પક્ષના ઉમેદવારના પ્રચાર માટે ગયો  હતો. આ મત- વિસ્તારમાં વિધાનસભાની પેટા- ચૂંટણી થઈ રહી છે.

  • કમલહાસનના વિધાને મોટો વિવાદ ઊભો કરી દીધો છે. ભાજપના નેતા ગિરિરાજ સિંહે કમલ હાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કમલ હાસનના વિધાનની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કમલ હાસન  મત મેળવવા માટે આવા વિધાનો કરી રહ્યા છે. કોંગ્રેસના પાળેલા પોપટની જેમ તેઓ મુસ્લિમોના મત મેળવવા હિંદુઓને બદનામ કરી રહ્યા છે. લધુમતી – મુસ્લિમ સમાજના મત મેળવવા માટે ભારતને બદનામ કરવાની ભાષા વાપરી રહ્યા છે. તેઓને મારી ચેતવણી છે કે તેઓ  હિંદુઓને બદનામ કરવાનું બંધ કરે. હિંદુ કદી આતમંકવાદી હોઈ જ ના શકે. હિંદુને કીડીના કીડિયારાં પૂરે છે. તેને લોટ- ગોળ ખવડાવે છે. હિંદુ તો વૃક્ષોને જળપાઈને એનું પાલન – પોષણ કરે છે. હિંંદુતો કમલહાસન જેવા સાપને પણ દૂધ પીવડાવીને તેનું પોષણ કરે છે.