ત્રીજી જૂને ગોપિયો સેન્ટ્રલ ન્યુ જર્સીનો ગાલા અને એવોર્ડ્સ બેન્ક્વેટ

(ડાબેથી જમણે ઉપલી હરોળમાં) કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન, અશોક લુહાડિયા, એચ. આર. શાહ, પદ્મશ્રી ડો. સુધીર પરીખ, અમિત જાની. (ડાબેથી જમણે) નીચલી હરોળમાં), પિનાકિન પાઠક, રીના શાહ, સ્પર્શ શાહ અને એસકેએન ફાઉન્ડેશન.

 

(ડાબેથી જમણે) એમ્બેસેડર સંદીપ ચક્રવર્તી, એસેમ્બલીમેન રાજ મુખરજી, મેયર રવિ ભલ્લા, મેયર હેમંત મરાઠે.

ન્યુ જર્સીઃ ગોપિયો સેન્ટ્રલ ન્યુ જર્સી દ્વારા ત્રીજી જૂને ન્યુ જર્સીના મોનમાઉથ જંક્શનમાં એમ્બર બેન્કવેટ્સમાં દસમા એનિવર્સરી ગાલા કોમ્યુનિટી રેકોગ્નિશન એન્ડ એવોર્ડ્સ બેન્ક્વેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગાલા અંતર્ગત એવોર્ડ્સ એનાયત કાર્યક્રમ પણ યોજાશે. ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ એમ્બેસેડર સંદીપ ચક્રવર્તી ગાલા અને એવોડ્઱્્સ બેન્ક્વેટના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અન્ય મહાનુભાવોમાં ન્યુ જર્સી એસેમ્બલીમેન રાજ મુખરજી, હોબોકેન મેયર રવિ ભલ્લા અને વેસ્ટ વિન્ડસર મેયર હેમંત મરાઠે ઉપસ્થિત રહેશે.
2018 એવોર્ડ પુરસ્કર્તાઓમાંઃ કોંગ્રેસમેન ફ્રેન્ક પેલોન જુનિયર, ધ શ્રી કૃષ્ણા નિધિ ફાઉન્ડેશન, યુએસ ફાર્મા લેબ્સના ફાઉન્ડર અશોક લુહાડિયા, ઓમ ડાન્સ ક્રિયેસન્સનાં ડિરેકટર અને ફાઉન્ડર રીના શાહ, 12 વર્ષની વયના સ્પર્શ શાહને સ્પેશિયલ એવોર્ડ પ્રદાન, એનજે લીડરશિપ પ્રોગ્રામના પ્રેસિડન્ટ અને કો-ફાઉન્ડર અમિત જાની, સફળ ઉદ્યોગપતિ અને કોમ્યુનિટી એક્ટિવિસ્ટ પિનાકિન પાઠકનો સમાવેશ થાય છે.
મિડિયામાં સિદ્ધિ મેળવવા માટે બે એવોર્ડ પ્રદાન કરવામાં આવશે, જેમાં ટીવી એશિયાના ચેરમેન-સીઈઓ એચ. આર. શાહ અને પરીખ વર્લ્ડવાઇડ મિડિયા ઇન્ક.ના ચેરમેન-પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખનો સમાવેશ થાય છે.
એવોર્ડની પસંદગી વિશે ગોપિયો-સીજેના પાસ્ટ પ્રેસિડન્ટ અને ગોપિયો ઇન્ટરનેશનલની ચેપ્ટર વેલિડેશન કમિટીના ચેર દિનેશ મિત્તલે જણાવ્યું હતું કે ઝડપથી વધતી જતી ભારતીય અમેરિકન વસતિ સાથે, અમારી પાસે મોટી સંખ્યામાં નોમિનેશન આવ્યા હતા અને અમે વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ વ્યક્તિઓની પસંદગી કરી છે.
ગોપિયો-સીજે ફાઉન્ડર પ્રેસિડન્ટ ડો. રાજીવ મહેતા હવે ગોપિયો ઇન્ટરનેશનલના સેક્રેટરી જનરલ તરીકે સેવા આપે છે. તેમણે જણાવ્યું હતું કે આ એવોર્ડ પુરસ્કર્તાઓ રોલ મોડેલ છે અને તેઓની સિદ્ધિઓનું સન્માન આપણી નવી પેઢીને સમુદાય અને સમાજમાં પ્રદાન આપવાની પ્રેરણા આપશે.
આ ગાલા અને એવોર્ડ્સ બેન્કવેટમાં કોકટેલ રિસેપ્શન, એવોર્ડ્સ સમારંભ, મનોરંજન, ડિનર, ડાન્સિંગનો સમાવેશ થાય છે.