ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાતું વિશ્વઃ પુતિનની નોટોને પરમાણું હુમલાની ધમકી 

 

રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અટકવાનું નામ લઇ રહ્યું નથી. વિશ્વના અનેક દેશોના મનામણા પછી પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામની જાહેરાત કરવા માટે તૈયાર નથી. ઉલટાનું તેઓ વધુ આક્રમક બની રહ્યાં છે. હવે પુતિને નાટોને પરમાણુ હુમલાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ અગ્રેસર થઈ રહી હોવાનું ચિત્ર સર્જાઈ રહ્યું છે. પુતિનની ધમકી બાદ અમેરિકી વાયુસેના પણ એલર્ટ મોડ પર ચાલી રહી છે. અમેરિકાએ તણાવ વચ્ચે યુકેનની સરહદ નજીક રોમાનિયામાં પોતાના પરમાણુ બોમ્બર બી-૧૨ ઉડાવીને રશિયાને આકરો સંદેશ મોકલ્યો છે. અમેરિકાએ આ દરમિયાન જર્મની અને રોમાનિયાની સેના સાથે અભ્યાસ પણ કર્યો. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ આ અભ્યાસ દ્વારા રશિયા વિરૂદ્ધ એકતાનું પ્રદર્શન કર્યું છે. 

બી-સ્ટેટફોર્ટરેસ અમેરિકી વાયુસેનાનું સૌથી મોટું રણનીતિક બોમ્બર છે. આ બોમ્બરે બ્રિટનના રોયલ એરફોર્સ સ્ટેશનેથી ઉડાન ભરી. યુરોપમાં મોજૂદ અમેરિકી વાયુસેનાએ એક નિવેદન જાહેર કરી કહ્યું કે બોમ્બરે રોમાનિયા સહિત નાટોના વિસ્તારોમાં હવાઇ મદદ આપવા અને એકીકૃત મિશનને અંજામ આપવા માટે આ અભ્યાસ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર રોમાનિયાના હવાઇ ક્ષેત્રમાં અભ્યાસ કરાતા આ બોમ્બર નાટો દેશોના અંતિમ વિસ્તાર સુધી પહોંચી ગયું જે યુક્રેનના હવાઈ વિસ્તાર નજીક છે. 

નાટોના એર કમાન્ડના અધિકારી જનરલ જેફ હેરિગિઆને કહ્યું કે એક સાથે પ્રશિક્ષણ કરવાનો આશય એ જણાવવાનો હતો કે નાટોની પ્રતિરક્ષા કરવાની ક્ષમતાનો કોઈ મુકાબલો નથી. દરમિયાન અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું અનુમાન છે કે રશિયાના ૨૦૦ ભાડાના સૈનિકો યુક્રેનમાં માર્યા ગયા છે. અમેરિકાનું માનવું છે કે યુક્રેનના લોકોનો મનોબળ તોડવા માટે રશિયા વધારે ઘાતક હથિયારો તૈનાત કરી શકે છે. 

અમેરિકાના બી-પર બોમ્બવર્ષક વિમાને પોતાની પ્રથમ ઉડાન ૧૯૫૦ના દાયકામાં ભરી હતી. ત્યારબાદ બોમ્બરમાં અનેક અપગ્રેડેડ વર્ઝન આજે પણ અમેરિકી વાયુ સેનામાં બોમ્બમારીની કમાન સંભાળે છે. આ વિમાને પોતાના અચૂક બોમ્બ હુમલાઓથી ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન અને વિયેનામના યુદોમાં પોતાની દમદાર તાકાતનો પરિચય આપ્યો છે. બી-પર બોમ્બર એક સમયમાં ૭૦૦૦૦ પાઉન્ડના પેલોડ લઈ ૧૨૮૭૪ કિ.મી. સુધી ઉડાન ભરી શકે છે. આ વિમાન પોતાના એક હુમલાથી કોઇપણ મોટા શહેરને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત પરમાણુ બોમ્બ ફેંકવાની પણ ક્ષમતા ધરાવે છે. તેથી તેની ગણના મહાવિનાશક વિમાનોમાં થાય છે. 

રશિયા અને યુકેન વચ્ચેના યુદ્ધનો આજે ૧૩મો દિવસ છે. બંને દેશોને જાન-માલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. આ 

દરમિયાન યુકેનના રાષ્ટ્રપતિ વાલોડીમિર ઝેલેન્જીએ પોતાના દરેક દુશ્મનો સામે બદલો લેવાની જાહેરાત કરી છે. ઝેલેન્કીએ નિવેદનમાં કહ્યું કે આજે એક પરિવારના ચાર સભ્યો માતા-પિતા અને બે બાળકો ઇરપિનમાં મૃત્યુ પામ્યા. રશિયન હુમલાઓ સહન કરી રહેલા કેલેન્કીએ ભડકીને કહ્યું કે અમે માફ નહીં કરીએ અને અમે ભૂલીશું નહીં. આ યુદ્ધમાં ક્રૂરતા ફેલાવનાર દરેક લોકોને સજા અપાશે. અમે દરેક હુમલાખોરોને શોધીશું જે અમારા શહેરો અને લોકો પર ગોળીબાર કરી રહ્યાં છે. તેમાંથી મોટાભાગના અમારા શહેરના નાગરિકોની આસપાસ હાજર છે. આ એક પ્રકારની હત્યા છે. તેમણે વીડિયો કોલમાં કહ્યું કે સંભવ છે કે તમે મને છેલ્લી વખત જીવતો જોઈ રહ્યાં હોય. કદાચ આ મારી છેલ્લી વાત હશે, પરંતુ અમારા દુશ્મનોને ગણી ગણીને કબર સુધી પહોંચાડીશું.