
ત્રિપુરામાં ભારતીય જનતાપક્ષને વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. અહીં ભાજપની સરકાર રચાઈ રહી છે ત્યારે સર્જાયેલા માહોલ દરમિયાન ત્રિપુરામાં વિદેશી શાસક લેનિનની મૂર્તિ તોડી નાખવાની ઘટના બની તે અંગે બોલતાં કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી હંસરાજ અહીરે જણાવ્યું હતું કે, સરકાર દરેક પ્રકારની હિંસાની ઘટનાને વખોડી કાઢે છે, પણ વિદેશી શાસકો કે રાજકીય નેતાઓની પ્રતિમાોનું ભારતમાં કોઈ સ્થાન નથી. ત્રિપુરામાં આ પ્રતિમાની સ્થાપના સોવિયેત સંઘ દ્વારા કરવામાં આવી હતી. રાજ્યસભાના સભ્ય શ્રી સુબ્રમણ્યમસ્વામીએ ભાજપના સમર્થકો દ્વારા લેનિનની પ્રતિમા તોડી પાડવાની ઘટનાને સમર્થન આપ્યું હતું. તેમણે લેનિનને આતંકવાદી અને વિદેશી ગણાવ્યો હતો. તેમણે કહયું હતું કે, આવા વિદેશી ત્રાસવાદીની પ્રતિમા આપણા ભારતદેશમાં સ્થાપિત કરવાની શી જરૂર છે? સામ્યવાદીઓ લેનિનની પ્રતિમા એમના પક્ષના હેડ ઓફિસમાં સ્થાપી શકે છે, એની પૂજા કરી શકેછે…