ત્રિપુરામાં ભાજપઃ નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન સરકાર બનાવશે

 

ત્રિપુરાઃ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની મત ગણતરીના ટ્રેન્ડમાં ભાજપે ફરી ઍકવાર બહુમતનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ભાજપ ૩૪ સીટો પર આગળ છે. કોંગ્રેસ ૧૪ અને TMT ૧૧ સીટો પર આગળ છે. જો કે, ભાજપ ગત ચૂંટણીમાં મળેલી બેઠકોથી હજુ પણ ૧૦ બેઠક પાછળ છે. 

ત્રિપુરામાંના વર્તમાન મુખ્ય પ્રધાન અને ભાજપના ઉમેદવાર માણિક સાહા ટાઉન બારડોવલી વિધાનસભા બેઠક પરથી પ્રારંભિક વલણોમાં આગળ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેઍ કહ્નાં કે ત્રિપુરા ચૂંટણીના પરિણામો જોઈઍ, કારણ કે અમે ત્યાં ઘણી ઓછી સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ ગઠબંધનથી બહુમતી મેળવી શકીશું. અંતિમ પરિણામો આવશે, ત્યારે જોઈશું.

લાંબા સમયથી ડાબેરી મોરચાનો ગઢ રહેલા ત્રિપુરામાં ભાજપે ૨૦૧૮માં ખૂબ જ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. આ ચૂંટણી ઍટલા માટે મહત્વની છે કે ૬૦ સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે પરંપરાગત હરીફો કોંગ્રેસ અને ડાબેરીઓઍ પ્રથમ વખત હાથ મિલાવ્યા છે.

નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અહીં NDPP-BJP ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્ના છે. ટ્રેન્ડ અનુસાર, NDPP-BJP અહીં મોટી બહુમતી મળતી જણાય છે. ભાજપના વર્તમાન વિધાનસભ્ય કાઝેટો કિનીમી અકુલુટો વિધાનસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે.

હાલના પરિણામો BJP+ ૪૧, NPF ૪, કોંગ્રેસ ૦, અન્ય ૧૫ સીટો પર આગળ છે. ૧૯૬૩માં રાજ્યની રચના થઈ ત્યારથી નાગાલેન્ડમાં ઍક પણ મહિલા વિધાનસભ્ય બની શક્યા નથી. આવી સ્થિતિમાં તમામની નજર ચાર મહિલા ઉમેદવારો પર છે. સીટીંગ મુખ્યપ્રધાન અને NDPP ઉમેદવાર નેફિયુ રિયો પ્રારંભિક વલણોમાં ઉત્તર અંગમી-૨ મતવિસ્તારમાં આગળ ચાલી રહ્ના છે.

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ૮૪.૮૩ ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે ૬૦માંથી ૫૯ બેઠકો પર ઉમેદવારોનું ભાવિ ઇવીઍમમાં સીલ થઇ ગયું હતું. ઍક સમયે આતંકવાદનું કેન્દ્ર ગણાતી મતદાન પ્રક્રિયા અત્યાર સુધી શાંતિપૂર્ણ રહી છે. ઍક અધિકારીઍ આ માહિતી આપી હતી. જો કે, ભંડારી સીટ પર પથ્થરમારો અને હવામાં ફાયરિંગ બાદ વોખા જિલ્લામાં તણાવ પ્રવર્તી રહ્ના હતો.

મેઘાલયમાં ૭૪.૩૨ ટકા મતદાન થયું છે. બંને રાજયોમાં વિધાનસભાની ૬૦-૬૦ બેઠકો છે. પરંતુ તેમાંથી માત્ર ૫૯-૫૯ બેઠકો પર જ મતદાન થયું હતું. ત્રિપુરામાં ૮૬.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. નાગાલેન્ડમાં ૬૦ સીટો છે, પરંતુ ઍક સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે નામ પાછું ખેંચી લીધા બાદ ૫૯ સીટો પર જ મતદાન થયું હતું. અહીં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here