જમ્મુ- કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલાઓ અટકશે નહિ તો પાકિસ્તાને એની આકરી કિંમત ચુકવવી પડશે એવું સંરક્ષણપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામણે સ્પષ્ટપણે જણાવી દીધું છે. જૈશ-એ- મોહમ્મદ અને લશ્કર-એ તોઈબા જેવા ત્રાસવાદી સંગઠનોનો આ ત્રાસવાદી હુમલાઓમાં હાથ હોવાના સજ્જડપુરાવાઓ પ્રાપ્ત થવાથી ભારત સરકાર હવે આ અંગે કડક પગલાં ભરવા માટે સંપૂર્ણ ગંભીરતાથી વિચાર કરી રહી છે. ત્રાસવાદી હુ મલાઓની ઘટનાઓના પગલે ભારત સરકાર દ્વારા આયોજિત સુરક્ષા બેઠકોનો દૌર જોરશોરથી ચાલી રહ્યો છે. ભારતના લશ્કરના વડા જનરલ બિપીન રાવતે પણ આ ઉચ્ચકક્ષાએ યોજાયેલી સુરક્ષા બેઠકમાં હાજરી આપીને પોતાના મંતવ્ય રજૂ કર્યા હોવાની માહિતી મળી હતી.
ગૃહપ્રધાન શ્રી રાજનાથ સિંહે સીઆર એફ કેમ્પ પર થયેલા હુમંલાઓની ગંભીરપણે નોંધ લઈને ગૃહ મંત્ર્યાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ભારતની સીમા પર થઈ રહેલી ઘુસણખોરી અટકાવવા માટે સીઆર એફ સહિતના લશ્કરી દળો કેટલા સુસજ્જ છે એ બાબત પણ વિચારણા કરવામાં આવી હતી.