ત્રણ વર્ષ પછી રેમ્પ પર સાથે દેખાયેલાં દીપિકા-રણબીર કપૂર


એક સમયનાં પ્રેમીપંખીડાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ત્રણ વર્ષ પછી રેમ્પ પર સાથે દેખાયાં હતાં. તાજેતરમાં સોશિયલ કોઝ માટે યોજાયેલા એક ફેશન શોમાં દીપિકા અને રણબીરે રેમ્પ વોક કર્યું હતું. લાંબા સમયે આ ફિલ્મી પેરને નિહાળીને તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા હતા. રણબીર અને દીપિકાએ છેલ્લે 2015માં ‘તમાશા’માં સાથે અભિનય કર્યો હતો, જેમાં તેમની જોડીને દર્શકોએ બહુ જ પસંદ કરી હતી. તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલહોત્રાના એક ફેશન શોમાં આ બન્ને કલાકારોએ શો સ્ટોપર તરીકે હાજરી આપી હતી. રણબીર કપૂરે જણાવ્યું કે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા પુરુષત્વની માનસિકતા બદલવી પડશે. પુરુષની પરિભાષા બદલવી પડશે. આપણે એવો મંચ ઉપલબ્ધ કરવો પડશે જે પુરુષત્વનો ખરો અર્થ સમજાવી શકે. આમ કરવા બોલીવુડનું ઉત્તરદાયિત્વ વધી જાય છે. દીપિકાએ કહ્યું કે આવા આયોજનથી સમાજમાં જાગૃતિ ફેલાવી શકાય છે.