ત્રણ મહિનાની જેલની સજા ભોગવીને મુકત થયેલા પ્રતિભાસંપન્ન હાસ્ય- કલાકાર રાજપાલ યાદવ કહે છેઃ મેં કેટલાક લોકો પર વધુ વિશ્વાસ મૂકી દીધો, એનું મને ફળ મળ્યું… એલોકોએ મારા વિશ્વાસનો ગેરલાભ લીધો…

0
835
Photo: Facebook

જેલની સજા ભોગવીને મુક્ત થયેલા બોલીવુડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવે  જણાવ્યું હતું કે, મેં જેમના પર વિશ્વાસ મૂક્યો , તેમણે જ મારા વિશ્વાસનો ફાયદા ઊઠાવીને મને બરબાદ કરી નાખ્યો. પણ હવે હું બધું ભૂલીને આગળ વધવા માગું છુું. રાજપાલ યાદવ પર રૂપિયા 5 કરોડની લોન નહિ ચુકવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેને લીધે દિલ્હીની હાઈકોર્ટે તેમને ત્રણ મહિનાની જેલની સજા કરી હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપાલને જેલની સજા થવાને કારણે તેઓ એકતા કપુરની ફિલ્મ ડ્રીમ ગર્લમાં ભૂમિકા કરી ન શક્યા. તેમની ભૂમિકા અભિષેક બેનર્જીને આપવામાં આવી હતી. હવે તેા ટાઈમ ટુ ડાન્સ ફિલ્મમાં કામ કરવાના છે. તેમને ડોવિડ ધવન અને પ્રિયદર્સનની ફિલ્મોમાં પણ ભૂમિકા મળવાની આશા છે. હાલમાં તે જાકો રાખે સાઈયાં નામની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે.