ત્રણ ભારતીય-અમેરિકન પત્રકારો ગેરાલ્ડ લોએબ એવોર્ડથી સન્માનિત

અશ્વિન સેશાગિરિ,    સંધ્યા કામ્ભામપાટી,  પરેશ દવે

ન્યુ યોર્કઃ ત્રણ ભારતીય-અમેરિકન પત્રકારો અશ્વિન સેશાગિરિ, સંધ્યા કામ્ભામપાટી અને પરેશ દવેને 2018 ગેરાલ્ડ લોએબ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અશ્વિન સેશાગિરિ ધ ન્યુ યોર્ક ટાઇમ્સના ડેપ્યુટી એડિટર છે. સંધ્યા કામ્ભામપાટી પ્રોપબ્લિકા ઇલિનોઇસનાં ડેટા રિપોર્ટર છે અને પરેશ દવે રોઇટર્સના રિપોર્ટર છે. તેઓ અગાઉ લોસ એન્જલસ ટાઇમ્સમાં હતા. અશ્વિન સેશાગિરિ સહિત તેમના ત્રણ સાથીઓ પણ તેઓના આર્ટિકલ આઉસ્ટર એટ ઉબેર માટે બ્રેકિંગ ન્યુઝ કેટેગરીના વિજેતાઓ જાહેર થયા હતા. કામ્ભામ્પાટીને લોકલ રિપોર્ટિંગ કેટેગરી માટે આ એવોર્ડ મળ્યો હતો, જ્યારે પરેશ દવેને તેઓના આર્ટિકલ સ્નેપ ઇન્ક્સ આઇપીઓ માટે બ્રેકિંગ ન્યુઝ કેટેગરીના વિજેતા જાહેર કરાયા હતા.
ગેરાલ્ડ લોએબ એવોર્ડ્સ જર્નલીઝમમાં પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે.