ત્રણ દેશોના પ્રવાસે ઉપડેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાકાર્તામાં ઉષ્માપૂર્ણ સ્વાગત

0
1025

એક્ટ ઈસ્ટ નીતિને વધુ મજબૂત કરવાના આશયથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા પહોંચ્યા હતા, ત્યાં એમનું  અતિ ઉમંગ અને ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સૌપ્રથમવાર ઈન્ડોનેશિયાની મુલાકાતે ગયા છે. તેમના ઈન્ડોનેશિયા ખાતેના રોકાણ દરમિયાન તેઓ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકે વીડોયાેની સાથે મંત્રણા કરશે. મંત્રણા દરમિયાન  તેઓ સમુદ્ર વ્યાપાર અને બન્ને દેશો વચ્ચેના સમાન હિતો અંગે ચર્ચા કરશે.