તૌકતે વાવાઝોડાથી રાજ્યમાં ૪૫ લોકોનાં મૃત્યુ, સૌથી વધુ ૧૫ અમરેલીમાં

 

ગાંધીનગરઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્રાટકતાં ભારે તારાજીના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ૨૨૭ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડવાથી ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં ઝાડ, વીજળી, છત પડવાથી ૪૫ લોકોના મૃત્યુ થયા છે, સૌથી વધુ ૧૫ લોકોનાં મૃત્યુ અમરેલીમાં થયા છે. ઉપરાંત હજારોની સંખ્યમાં ઝાડ અને વીજ થાંભલા પડી ગયા છે. 

તૌકતે વાવાઝોડા દરમિયાન રાજ્યમાં મકાન કે છતથી ભાવનગર ૩, અમરેલી ૨, અમદાવાદ, નવસારી, વડોદરા ૧-૧, દીવાલ પડતાં અમરેલી ૧૩, ગીર ૪, ભાવનગર ૩, અમદાવાદ ૨, વલસાડ રાજકોટ ૧-૧, વૃક્ષ પડવાથી ભાવનગર ગીર ૨-૨, સુરત પંચમહાલ ૧-૧, કરંટ લાગતાં અમદાવાદ ખેડા ૨-૨, આણંદ ૧ મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૪૫ લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જેમાં સૌથી વધુ ૧૫ અમરેલીમાં છે. 

તૌકતે વાવાઝોડું ત્રાટકતાં રાજ્યમાં ૧૬,૦૦૦થી વધુ મકાનો, ૫૫ હજારથી વધુ વૃક્ષો, ૭૦ હજારથી વધુ વીજ થાંભલા પડી ગયા છે. ૨૦૦થી વધુ ટ્રાન્સફોર્મસ-સબસ્ટેશનો ખોટકાયા છે. ૩૮૦૦ ગામોમાં અંધારપાટ છે, જ્યારે ૨૨૦૦ ગામોમાં પુરવઠો પૂર્વવત થયો છે.

મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, ૨૨૦  કેવીના પાંચ વીજ સબસ્ટેશન અને ૬૬ કેવીના ૧૬૫ સબ સ્ટેશનને  અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ ૯૫૦ જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને ગુરુવાર રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ૬૯,૪૨૯ વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી