તો હજ્જારો ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું પડશે

 

વોશિંગ્ટનઃ જે હજારો ભારતીય વિદ્યાર્થીઓને વિપરીત અસર કરી શકે છે તેવા એક પગલામાં અમેરકાના ઇમિગ્રેશન વિભાગે જાહેર કર્યું છે કે જે યુનિવિસર્ટીઓ આગામી સેમેસ્ટરમાં ફક્ત ઓનલાઇન વર્ગ ચલાવવાનું જ નક્કી કરશે તે યુનિવિસર્ટીઓમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું પડશે અથવા તો હકાલપટ્ટી માટની તૈયારી  રાખવી પડશે.

ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોસર્મેન્ટ (આઇસીઇ) દ્વારા એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે આગામી ૨૦૨૦ના સેમેસ્ટરમાં જે વિદ્યાર્થીઓ એવી યુનિવિર્સિટીઓમાં ભણતા હશે જે યુનિવર્સિટીઓ સંપૂણર્પણે ઓનલાઇન જ અભ્યાસ કરાવતી હશે તેઓ અમેરિકામાં રહી શકશે નહીં. અમેરિકી વિદેશ વિભાગ એવા વિદ્યાર્થીઓ માટ વિઝા જારી કરી કરશે નહીં. જે વિદ્યાર્થીઓ એવી સ્કીલો અથવા પ્રોગ્રામોમાં ભણતા હશે જેઓ આગામી સેમેસ્ટરમાં સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસ કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના રોગચાળાને કારણે અનેક યુનિવર્સિટીઓ ઓનલાઇન ક્લાસિસ ચલાવવાનું આયોજન કરી રહી છે.

ઇમિગ્રેશન એજન્સીએ જણાવ્્યું હતું કે હાલમાં અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓએ ક્યાં તો દેશ છોડવો પડશે અથવા તો એવી સ્કુલમાં પ્રવેશ લેવો પડશે જે સ્કુલો રૂબરૂ શિક્ષણ આપતી હોય. અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે વિદેશોમાંથી વિદ્યાર્થીઓ એફ-૧ વીઝા પર આવે છે જ્યારે વોકેશનલ અથવા અન્ય માન્ય બિન-શિક્ષણ સંસ્થાઓમાં ટેકનિકલ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ એમ-૧ વીઝા પર આવે છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અને રૂબરૂ શિક્ષણ બંને રીતે શિક્ષણ આપતી કોલેજોમાં શિક્ષણ લેતા હશે તેમણે અમેરિકા છોડવું નહીં પડે.

વિદ્યાર્થીઓ માટેના નવા નિયમને વખોડતા અમેરિકાના શિક્ષણ શાસ્ત્રીઓ, સાંસદ

વોશિંગ્ટનઃ અમેરિકાના પીઢ શિક્ષણ શાસ્ત્રીઓ અને સાંસદોએ ફક્ત ઓનલાઇન શિક્ષણ આપનાર સંસ્થાઓના વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવાનો આદેશ ફરમાવતા અમેરિકાના ઇમિગ્રેશન વિભાગના નિણર્યને સખત રીતે વખોડ્યો છે અને આ નિણર્યને ભયંકર અને ક્રૂર ગણાવ્યો છ. અમેરિકી કાઉન્સિલ ઓન એજ્યુકશન(એસીઇ) કે જેમાં યુનિવિર્સિટીઓના પ્રમુખો પ્રતિનિધિ તરીકે હોય છે તેણે પણ આ નિણર્યને વખોડ્યો છે. ઇમિગ્રેશન વિભાગ દ્વારા બહાર પડાયેલ આ માર્ગદર્શિકા ભયંકર છે. આ ગાઇડલાઇન બાબતે વધુ સ્પષ્ટતાની જરૂર છે એમ એસીઇના પ્રમુખ ટડ મિશેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. હાર્વર્ડ યુનિવિસર્ટીના પ્રમુખ લેરી બેકોએ આ આદેશને ચિંતાજનક ગણાવ્યો હતો તો સેનેટર એલિઝાબેથ વોરને આ આદેશને ક્રૂર ગણાવ્યો હતો. જ્યારે ઇમિેશન લોયર ફીઓના મેકએન્ટીએ આ નિણર્યને વિદેશી વિદ્યાર્થીઓ ગુમાવવાની મોટી ખોટ સજર્નાર ગણાવ્યો હતો.