તોયબા આતંકીએ પાક.ની પોલ ખોલી

 

 

જમ્મુઃ પાકિસ્તાની સેના, ગુપ્તચર એજન્સી આઇએસઆઇ, આતંકવાદી સંગઠન લશ્કર એ-તોયબા સાથે મળીને કાશ્મીરમાં જેહાદનાં નામે આતંક ફેલાવવાની જાળ રચી રહ્યા છે, તેવો ખુલાસો બારામુલાનાં ઉરી ક્ષેત્રમાં દબોચાયેલા તોયબાના પાકિસ્તાની આતંકી બાબરે કર્યો છે. 

આતંકવાદી અલી બાબરે કહ્યું હતું કે, ગરીબ યુવાનોને ગુમરાહ કરી, તોયબામાં જોડાવા માટે લાલચ અપાઇ. તેની માતાના ઇલાજ માટે ૨૦ હજાર રૂપિયા આતંકવાદીઓએ આપ્યા અને વધુ ૩૦ હજાર રૂપિયા આપવાનું પણ વચન આપ્યું હતું. બાબરે આતંકવાદ પરસ્ત પાકિસ્તાનની પોલ ખોલતાં એવો ખુલાસો કર્યો કે, આતંવાદીઓને હથિયારની તાલીમ આપનાર મોટા ભાગે પાક સૈન્યના સૈનિકો છે. મને ઇસ્લામ અને મુસલમાનનાં નામે ઉશ્કેરી, આતંકવાદી બનવા મજબૂર કરાયો. મેં પિતાને ખોઇ દીધા હતા. ગરીબીનાં કારણે ગુમરાહ થયો, તેવું આતંકી બાબરે કહ્યું છે.  પાક.ની સેના અને ગુપ્તચર એજન્સીની મદદ મેળવી લશ્કર-એ-તોયબા ગરીબ યુવાનોની લાચારીનો લાભ ઉઠાવે છે. પાક. સેનાના પૌબર કેમ્પમાં ૨૦૧૯માં ત્રણ સપ્તાહની તાલીમ અપાઇ હોવાનું બાબરે જણાવ્યું હતું. પાકિસ્તાનની સેના ગરીબ યુવાનોને શારીરિક અને હથિયાર ચલાવવાની તાલીમ આપી, કાશ્મીરમાં આતંક ફેલાવવા તૈયાર કરતા હોવાનો ખુલાસો તેણે કર્યો છે.