તેલુગુદેશમના ચાર સાંસદોએ પક્ષ- પલટો કર્યો ને વિપક્ષોને આંચકો લાગ્યો.

0
918

એક જમાનામાં આંઘ્રમાં કદવર નેતા અભિનેતા એન. ટી રામારાવનો દબદબો હતો. તેમણે સ્થાપેલા રાજકીય પક્ષ તલુગુદેશમને પણ અનેરો ઠસ્સો હતો. લોકો પર એનટીઆરનું વર્ચસ્વ હતું. પણ સમયના વહેણે દિશા બદલી, તઆંધ્રમાં સરકાર બદલાઈ, તેલુગુદેશમ- ટીડીપીના  પ્રમુખ અને ભૂતપૂર્વ ચંદ્રાબાબુ નાયડૂના વળતાં પાણી થયા.. પક્ષલોકસભાની ચૂંચટણીમાં બેઠકો મેળવી શક્યો નહિ..ટીડીપીના રાજયસભાના ત્રણ સાંસદો ભાજપમાં જોડાઈ ગયા છે. રાજસભામાં ભાજપની બહુમતી નથી. એનડીએ(ભાજપ સહિત) બહુમતીથી દૂર છે, પણ મહત્વના બિલને પસાર કરવવા માટે આવશ્યક સભયોની સંખ્યાની નિકટ ભાજપ પહોંચી રહ્યો છઠે. તીન તલાક નાગરિકતા સંશોધન જેવા મહત્વના બિલો પસાર કરાવવામાટે ભાજપે બીજેડી, વાયએસઆર કોંગ્રેસ તેમડ ટીઆરએસ જેવા પ્રાંતીય પક્ષોને પોતાની તરફેણમાં લેવાની વેતરણ કરવી પડશે. હાલમાં રાજ્યસભામાં ભાજપના 75 સભ્યો છે. એનડીએના સાંસદોનું સંખ્યાબળ 105 સભ્યોનું છે. તેમાં અમરસિંહ અને સુભાષ ચંદ્રા જેવા પક્ષોને આધારે બે સભ્યા વધુ ઉમેરતાં એનડીએના કુલ સાંસદોની સંખ્યા 107  જેટલી થઈ શકે. આમ રાજકારણમાં સાંસદોના સંખ્યાબળ પર પક્ષની કામગીરી અને સફળતાનો આધાર રહે છે.