તેલંગણામાં ST જ્ઞાતિને ૧૦ ટકા અનામત: મુખ્યમંત્રી કે.સી.આર.નું એલાન

 

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે જાહેરાત કરી હતી છે કે સરકાર આગામી સપ્તાહથી શિક્ષણ અને રોજગારમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત વર્તમાન ૬ ટકાથી વધારીને ૧૦ ટકા કરશે. આ ઉપરાંત તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં જ ભૂમિહીન એસટી સમુદાયના પરિવારો માટે ગિરિજન બંધુ યોજના અમલમાં મૂકશે જે હેઠળ પોડુ જમીન (જંગલ વિસ્તારમાં ખેતીની જમીન) પર માલિકી હક્કો લાયક આદિવાસીઓને આપ્યા પછી દરેક દલિતની સમકક્ષ ભાઈઓ આદિવાસી પરિવારને ૧૦ લાખ ‚પિયા આપવામાં આવશે. અમે પોડુ જમીનના પ્રશ્ર્નોના નિરાકરણ માટે તમામ જિલ્લાઓમાં સંકલન સમિતિઓની રચના કરી છે. તમામ પાત્ર પરિવારોને પોડુ જમીન પર માલિકી હક્કો મળશે. મેં મુખ્ય સચિવને ભૂમિહીન આદિવાસીઓની યાદી આપવા કહ્યું છે જેમને ગિરિજન બંધુ યોજનામાં સામેલ કરવામાં આવશે.

એનટીઆર સ્ટેડિયમમાં આયોજિત ‘તેલંગાણા આદિવાસી-બંજારા આત્મીય સભા’માં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, મેં લાંબા સમયથી રાહ જોઈ છે. મારા માટે હવે વધુ રાહ જોવી મુશ્કેલ છે. એટલા માટે મેં લ્વ્ સમુદાય માટે ૧૦ ટકા કોટા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સપ્તાહે આ અંગે સરકારી આદેશ જાહેર કરી દેવામાં આવશે. 

વધુમાં મુખ્યમંત્રી રાવે કહ્યું કે, હું પાંચ વર્ષથી પણ વધુ સમયથી લ્વ્ સમુદાય માટે ૧૦ ટકા અનામત આરક્ષણને મંજૂરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર અનુરોધ કરીને તંગ આવી ચૂક્યો છું. કેન્દ્રની મંજૂરી માટે હવે વધુ પ્રતિક્ષા નહીં કરી શકું. વધતા આરક્ષણ પર એક ગવર્નમેન્ટ ઓર્ડર જાહેર કરવામાં આવશે. ભલે અમારી પાસે કેન્દ્રની મંજૂરી હોય કે, નહીં હોય. રાવે વડાપ્રધાન મોદીને નક્કી કરવા માટે કહ્યું છે કે, શું તેઓ ગર્વનમેન્ટ ઓર્ડરને લાગુ કરવા માટે તેમની મદદ કરશે કે પછી અવરોધિત કરીને પોતાના માટે નવી મુશ્કેલી ઉભી કરશે. તેલંગાણા વિધાનસભાએ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (શૈક્ષણિક સંસ્થાઓમાં સીટો માટે અને રાજ્યની સેવાઓમાં નિમણૂંકો અથવા પોસ્ટ્સ માટે અનામત) બિલ ૨૦૧૭માં પસાર કર્યું હતું જેમાં ગ્ઘ્-ચ્ કેટેગરી હેઠળ લ્વ્ સમુદાય માટે અનામત ૬થી વધારીને ૧૦ ટકા અનામત અને મુસ્લિમો માટે ૪થી ૧૨ ટકા કરવામાં આવ્યું હતું.