

આરજેડી નેતા અને ભૂતપૂર્વ પ્રધાન તેજ પ્રતાપ યાદવના છૂટાછેડાની પિટિશન પર પહેલીવાર સુનાવણી થઈ હતી. અદાલતે તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયને નોટિસ પાઠવીને આગળની સુનાવણી 8 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી હતી. એ સાથે અદાલતે એવો આદેશ જારી કર્યો હતો કે, તેજપ્રતાપના છૂટાછેડા સાથે સંબંધિત કોઈ પણ સમાચાર, માહિતી અહેવાલ પર મિડિયા રિપોર્ટિંગ નહિ થાય. તેજપ્રતાપ યાદવના લગ્ન આરજેડી નેતા ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા સાથે થયા હતા. તેજપ્રતાપે પટનાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી દાખલ કરી હતી. મે, 2018માં તેજપ્રતાપ અને ઐશ્વર્યાનાં લગ્ન થયાં હતા.