તેં બળજબરીથી લગ્ન કર્યાં, મારી સાથે?

0
1126

તેં તો અમારી વાત…
‘અરે, અમિત તું?… ના પડી ઓળખાણ? ક્યાંથી પડે? બાવીસ વર્ષે મળીએ છીએ ને? તને ઓળખાણ ન પડી, પણ હું તને તરત જ ઓળખી ગઈ…’
‘મીતા, તું? પણ કેટલી…’
‘થેન્ક ગોડ… છેવટે મને ઓળખી તો ખરી… થોડી જાડી થઈ ગઈ છું ને એમ જ કહેવું તું ને?!’
રિસેપ્શન ચાલતું હતું. આમંત્રિતોની અવરજવર અને તેમની વાતો…
‘ચાલ પાછળ જઈને બેસીએ, આ…’
‘ઇલાભાભીને? કેમ છો ભાભી? જોકે હું તમારી નણંદ નથી…’
‘મને ખબર છે. તમે અને અમિત એકબીજાના પ્રેમમાં હતાં. કોલેજલાઇફ બરાબર એન્જોય કરી, પણ પરણી ન શક્યાં અને પછી…’
‘ઓ માય ગોડ, ભાભી, તમને બધી ખબર છે?’
‘તમારા મિત્રે’, ઇલા મંદસ્મિત કરતાં બોલી, ‘તમારા પ્રેમીએ મને લગ્ન પહેલાં બધી જ વાત કરી હતી.’
‘ભાભી, તમે ગ્રેટ છો’ મીતા બોલી અને ત્રણેય એક રાઉન્ડ ટેબલ આસપાસ ગોઠવાયાં.
કેટલી આમતેમ વાતો પછી મીતા બોલી, ‘અમિત મેં બેવફાઈ કરી. કબૂલ, તારું દિલ તૂટ્યું… પણ પરિણામ? તું અમેરિકા જઈ શક્યો અને ત્યાં જઈને તેં ફેન્ટાસ્ટિક પ્રોગ્રેસ…’
‘મીતાબહેન, તમને બધી ખબર છે?’
‘મારો પૂર્વ પ્રેમી છે,’ મીતા હસતાં હસતાં બોલી, ‘એના સંસારની, એની પ્રગતિની ખબર તો રાખવી જ પડે ને? તમારે એક વીસ વર્ષની ડોટર છે, રાજવી અને સત્તર વર્ષનો સાર્થ નામનો સન છે…’
‘મીતાબહેન, બહુ જબરાં, તમે તો? અમારા વિશે બધું જાણો છો અને તમારા વિશે…’
‘કહીશ, બધું જ કહીશ. મારી બેવફાઈને લીધે અમિત શિકાગોમાં સેટ થયો. હું મારી કાસ્ટમાં પરણી ગઈ. બોમ્બેમાં સેટ થઈ. મારો વર રાજેન્દ્ર તેના ફેમિલીના ગોલ્ડ-સિલ્વર-ડાયમન્ડના મોટા બિઝનેસમાં છે. મારો સન પણ આ જ બિઝનેસમાં છે. એમબીએ થઈ જશે, પણ બિઝનેસમાં જ રસ છે. હવે વીસ વર્ષનો છે. બોલો ભાભી, બીજું શું જાણવું છે…?’
‘મીતાબહેન… તમારો સન મેરેજમાં આવ્યો છે?’
‘હા, એના પપ્પા પાસે છે. હમણાં આવતા જ હશે. હું મારાં સાસુમા સાથે આવેલી.

‘આ મારો સન, હાર્દ… રાજવી ઇન્ડિયા નથી આવી?’
‘આવી છે, પણ મેરેજમાં નથી આવી. એ અને સાર્થ એમના કઝિન્સ સાથે સાઉથ ઇન્ડિયા ગયાં છે.’
‘હાર્દ… આ મારા કોલેજ સમયના ફ્રેન્ડ અમિત અંકલ અને ઇલા આન્ટી…’
બન્નેને નમસ્કાર કરીને એણે કહ્યું, ‘મોમ, હું જાઉ? ડેડીને લઈ આવું?’
‘હા…’
પાંચેક મિનિટની શાંતિ પછી મીતા બોલી, ‘અમિત, ઇલાભાભી, એક વાત કહું? તમને યોગ્ય લાગે તો વિચારજો, નહિ તો… આ વોન્ટ બોધર…’
‘બોલો’, ઇલાએ, મીતાનો ચહેરો નીરખ્યો.
‘મારી થોડીસી બેવફાઈને કારણે હું અને અમિત લગ્ન ન કરી શક્યાં. મને અફસોસ છે, પણ આટલાં વર્ષે આ રીતે મળવાનો ખૂબ ખૂબ આનંદ છે. આઇ એમ મોસ્ટ હેપી… ભાભી, તમને મળ્યા પહેલાં પણ હું કન્ફ્્યુઝ હતી. અત્યારે પણ છું. છતાંય… હું કહી દઉં… ડોન્ટ ફીલ હર્ટ…’ પછી મીતા થોડીક અટકી, બન્નેના ચહેરા જોયા, અને બોલી, ‘ભાભી, મેં રાજવીને જોઈ છે. ફેસબુક પર. મને પસંદ છે. એને મારી વહુ બનાવવાની ઇચ્છા છે…’ મીતા થોડીક વારની શાંતિ પછી ફરી બોલવા ગઈ ત્યાં જ ઇલાએ અટકાવી.
‘મીતાબહેન, આઇડિયા સારો છે, પણ આ થોડીસી બેવફાઈનું પ્રાયશ્ચિત્ત તો નથી ને?’ ઇલા અમિત સામે મંદસ્મિત કરીને બોલી.
‘ભાભી, એમ સમજો તો એમ…’ મીતા સહેજ ગળગળી થઈ ગઈ અને સહેજ વિચારીને બોલી, ‘અમિત તારી અને ભાભીની ઇચ્છા હોય તો… રાજવી અને હાર્દની મિટિંગ ગોઠવીએ…’
‘મીતા, તેં તો અમારી વાત…’
ચોઇસ ઇઝ યોર્સ
‘તું મારાથી દૂરી કેમ રાખે છે?’
નૌકા મૌન.
‘મેં તને કહ્યું.’
‘હા, મને ખબર છે. આમેય આ રૂમમાં આપણે બે જ છીએ ને?’
‘તો પછી?’
‘સેતુલ, એકદમ આપણાં લગ્ન થઈ ગયાં એ હું પચાવી શકી નથી. હજી મારા મનને સમજાવતાં મને વાર લાગશે. ત્યાં સુધી પ્લીઝ, બેર વિથ મી…’
‘પણ આ આપણું હનીમૂન છે. ર્ફ્સ્ટ નાઇટ…’
‘બધુંય સાચું. તું બિલકુલ સાચો છે, પણ જો હું તારી સાથે લગ્ન માટે તૈયાર નહોતી. તને દોસ્ત તરીકે જોયો હતો. સેતુલ, હા, તને પતિ તરીકે સ્વીકારવાની મારી સહેજ પણ તૈયારી નહોતી. તેં આપઘાતની ધમકી ન આપી હોત તો મારા ઘરનાં, મારાં મમ્મી, પપ્પા, મામા, મામી, કાકા, કાકી બહેન, બનેવીએ મને સમજાવી ન હોત. તારો આપઘાત હું સહન ન જ કરી શકી હોત. તારો જીવ બચાવવા જ…’
‘એટલે તેં બળજબરીથી લગ્ન કર્યાં મારી સાથે? કમને પરણી મને? મને ઓબ્લાઇજ કર્યો છે?’
‘ગુસ્સે ન થઈશ, શાંતિથી વિચાર. તેં બળજબરી જ કરી તી ને? ધમકી તો હતી જ ને?’
‘એટલે?’
‘જો સાંભળ. તેં મને અને મારા પરિવારને ઇમોશનલી બ્લેકમેઇલ કર્યો’તો મને એનોય વાંધો નથી. મેં બધું વિચારીને જ તારી સાથે લગ્ન કર્યાં છે.’ નૌકા સેતુલને પંપાળતાં બોલી, ‘પણ ટુ બી વેરી ફ્રેન્ક, હું જીુ મારી સાથે સમાધાન નથી કરી શકી. તારી સાથે ઐક્ય સાધવા માટે મને થોડોક સમય આપ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી…’

‘કાલે આપણી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી છે. મારી ઇચ્છા એક ગ્રાન્ડ પાર્ટી રાખવાની હતી, પણ તું કોઈ હિસાબે મારી સાથે એડજસ્ટ કરતી નથી, કે કરવા માગતી નથી. તું હજી ખૂલીને મારી સાથે વાત જ ક્યાં કરે છે? નૌકા, તારી જાતને એક્સપ્રેસ કર, મારી સાથે તારી વાતો, તારી ફીલિંગ્સ શેર કર… આટલો મોટો બિઝનેસ… હજી આપણે ઐક્ય પણ… નૌકા, હું તને નથી સમજી શકતો. તારા દિલમાં છે શું? શું છે તારા દિલમાં?…
નૌકા વિમાસણમાં પડી ગઈ, એના ચહેરા પર ચિત્રવિચિત્ર, ન સમજાય તેવા ભાવ આવી ગયા. છેવટે તે બોલી…
‘સાંભળી શકીશ? સહન કરી શકીશ?’
‘એવી તે શી વાત કરવાની છે કે હું સહન નહિ કરી શકું? મેં એક વર્ષ જે ભયંકર તડપથી પસાર કર્યું છે… તેનાથી વધારે ભયંકર શું હોઈ શકે? આનાથી વધારે કશું ભયંકર હોઈ શકે તે હું માની જ નથી શકતો. બોલ, નૌકા, બોલ…
‘તો સાંભળ, તેં આપઘાતની ધમકી આપી એટલે મારે તારી સાથે લગ્ન કરવાં પડ્યાં, પણ હું તે વખતે નિલયના પ્રેમમાં હતી. આજે પણ છું.’
‘શું? સેતુલ ગુસ્સેથી બરાડી ઊઠ્યો.’
‘હા, શાંતિ રાખ. કામ ડાઉનઃ શાંતિથી સાંભળ અમે અંતરંગ પળો માણીએ છીએ એટલે હવે હું જે ઇચ્છું છું તે તને કહું છું. હું ઇચ્છું છું કે તું મને ડિવોર્સ આપ…’
‘વોટ નોનસેન્સ? નૌકા આઇ વિલ કિલ યુ…’
‘નો, આઇ વોન્ટ યુ ટુ કિલ યોરસેલ્ફ…’
‘વોટ?’
‘હા, તું આપઘાત કરે એમ હું ઇચ્છું છું, જેથી હું તારી પ્રોપર્ટી સાથે નિલય સાથે પરણી શકું.’
‘એ ક્યારેય નહિ બની શકે.’
‘બનશે, જરૂર બનશે.’ નૌકા શાંતિથી બોલતી હતી, ‘તારે આપઘાત કરવો જ પડશે. આ એક વર્ષ હું દરરોજ આપઘાત કરતી જ રહી છું. આ એક વર્ષ તો હું ચૂપ રહી, પણ હું હવે ચૂપ નહિ રહું. નહિ રહી શકું. તેં મને આપઘાતની ધમકી આપી’તી ને? હું હવે તને બરાબર ટોર્ચર કરીશ. તું ભયંકર ડિપ્રેશનમાં આવે એવી રીતે તને ટોર્ચર કરીશ. મેં અને નિલયે પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે. આ મારું વેર છે. મારો રિવેન્જ છે, મારો બદલો છે. તેં મારા સપનાં તોડ્યાં. હું હવે તને તોડીશ અને તારા આપઘાત પછી નિલય સાથે પરણીશ. હનીમૂન મનાવીશ.’
સેતુલ ધૂંવાંપૂંવાં, પણ મૌન.
‘બોલ, આપઘાત કરીશ ને? મારા સ્વીટ સેતુલ, આપઘાત કરવો છે ને? કોઈ હિલસ્ટેશને જઈને આપઘાત કરવો છે કે કોઈ સમુદ્રકિનારે જઈને કે કોઈ યાત્રાધામમાં જઈને? કે પછી અહીં જ ઘરમાં આપઘાત કરવો છે? કે પછી તારી ઓફિસમાં? માય બેટર હાફ, ઓફિસ જ ઠીક રહેશે, બટ ચોઇસ ઇઝ યોર્સ… ચોઇસ ઇઝ સર્ટન્લી યોર્સ… બાકી મારી પાસે તને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનો પ્લાન તૈયાર છે. બોલ સેતુલ, બોલ…’

પંદર દિવસ પછી ન્યુઝપેપરના પહેલા પાને એક જબરદસ્ત ન્યુઝ આઇટમ હતી અને તેની ચર્ચા શહેરના બિઝનેસ સર્કલમાં…
અલય, સમજ્યોને?
‘શૈલ, હું મોહનકાકાને મોકલું છું. તેમને મારા કબાટના અંદરના ખાનામાં બ્લ્યુ ફાઈલ છે તે આપજે. ખાનાની ચાવી પણ આપી જ છે.’
તેણે ફાઈલ કાઢી. ફાઈલની બાજુમાં એક કવર હતું. ખોલ્યું, જોયું, ચક્કર આવી ગયાં. પડી જવાશે એમ લાગ્યું. પોતાની જાત પર, પોતાના મન પર જોર લગાવ્યું, કન્ટ્રોલ કરવા. વીસેક ફોટા હશે. તેમાંથી અંતરંગ ક્ષણોના ચાર ફોટા પસંદ કર્યા અને ખાનું બંધ કરી, ફાઈલ અને ચાવી મોહનકાકાને આપી દીધી.
તેમના ગયા પછી સોફામાં લગભગ ફસડાઈ પડી.
મને અડતાલીસ થયાં. એમને બાવન. યુએસએમાં સેટલ થયેલા પુત્રને પણ છવ્વીસ થયા. એનેય બચ્ચુ આવવાનું છે અને આ ઉંમરે? આ ઉંમરે અલયને આ શું સૂઝ્યું? અને હજી તો તેમની મેરેજ લાઇફ તો એક્ટિવ જ હતી ને? તો પછી… એમણે લગ્નને ઉંબરે ઊભેલી અસિનાનો વિચાર પણ ન કર્યો?
અને… આ… વા ફોટા?
તે કન્ફ્્યુઝ થઈ ગઈ. શું કરવું તે સમજ ન પડી. જો પૂછે તો… તો બહુ જ ઝઘડો થઈ જાય અને પછી ગૃહત્યાગ સિવાય બીજો કોઈ વિકલ્પ ખરો?
ગૃહત્યાગ પછી અસિનાનું શું? એનાં લગ્નનું શું? એની લાઇફનું શું? એનાં અરમાનોનું શું? મારી તો અડધી પતી ગઈ, પણ અસિનાનું શું? એની લાઇફની તો હજી શરૂઆત જ ક્યાં થઈ છે? એ જાણે, એને આઘાત લાગે અને લગ્નની જ ના પાડે તો…
અને એણે એક મક્કમ નિર્ધાર કર્યો. આંખો મીંચી. દસેક મિનિટ પડી રહી. શૂન્યવકાશમાં તરતી રહી… બસ તરતી રહી. અને ફરીથી ફોટા જોયા. મનને બંધ કરી દીધું. બિલકુલ લોક કરી દીધું. એમાં હવે અલય નહોતો. યુએસએ નહોતું. પુત્ર નહોતો. બચ્ચું નહોતું. તે પોતે પણ નહોતી. પેલા ફોટા પણ નહોતા.
ફક્ત અસિના જ હતી. અસિના અને તેનાં લગ્ન સિવાય બીજી કોઈ બાબત માટે તેણે મનને, મગજને લોક કરી દીધાં.

અસિનાની વિદાય પછી તેને હાશ થઈ. લોક કરી દીધેલાં, મન-મગજને ખોલી નાખ્યાં.
‘અલય, હું જાઉં છું હવે. મારી છેલ્લી જવાબદારી હવે પૂરી થઈ…’
‘એક મિનિટ… જાઉં છું એટલે?’
‘બસ જાઉં છું…’ એક શાંત, ઠંડો અવાજ, ‘ઘર છોડીને…’
‘એટલે?’
‘અલય, સીધી, સરળ અને સ્પષ્ટ વાત છે. હું ઘર છોડીને કાયમ માટે જઈ રહી છું.
‘અરે, પણ કેમ?’
‘બસ એમ જ, હવે લાઇફ બહુ ભોગવી લીધી, તારી સાથે, તારાં પુત્ર-પુત્રી સાથે, તારા મિત્રો અને સગાંવહાલાં સાથે. હવે હું જઈશ ક્યાંક, મને ગમશે ત્યાં…’
‘પણ કોઈ કારણ…’
‘કારણ?’ તે શબ્દ પર ભાર મૂકીને બોલી. થોડું વિચાર્યું અને પછી પર્સમાંથી બે ફોટા કાઢ્યા. અલયના હાથમાં મૂક્યા. બોલી,
‘બોલ, શું કારણ આપું?’
‘તું જાણતી’તી?’
‘હા’, ઠંડા અવાજે તે બોલી, ‘હવે આપણો પુત્ર, તેની વહુ પણ જાણતાં હશે. અને તે અસિનાને પણ જણાવી દેશે. મેં બે ફોટાવાળું કવર તેને આપ્યું છે. તારા કવરમાંથી મેં લીધેલા ચાર ફોટામાંથી બે તારા હાથમાં અને બે તેની પાસે.’
અલય કંઈક બોલવા ગયો.
‘કંઈ જ બોલીશ નહિ. મારે કોઈ પ્રકારની ચર્ચા કરવી નથી. તું હવે હેપ્પી હેપ્પી જીવજે. હું જઈશ મારા એક ફ્રેન્ડને ત્યાં. તે બે વરસથી જ વિધુર થયો છે. તેને કંપની આપીશ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. સમજ્યો અલય? અલ, સમજ્યો ને?’

લેખક કેળવણીકાર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here