તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી હવે રાષ્ટ્રીય રાજકારણમાં ઝુકાવવા આગળ વધી રહ્યા છે..

 

           મમતા બેનરજીને ટીએમસીના નેતાઓેએ  સર્વાનુમતે તેમના પક્ષના સંસદીય નેતા તરીકે મમતાજીની વરણી કરી હતી. મમતા બેનરજી 3જી વાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દેશના રાજકારણમાં તેમની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.  ભાજપનું સમગ્ર પ્રચાર તંત્ર અને તાકાત એકત્ર થઈને પણ મમતા બેનરજીને પરાજિત કરી શક્યા નહોતા. આથી આજે ભારતના રાષ્ટ્રીય રાજકારણના ફલક પર મમતા બેનરજીની દેશના આગેવાન નેતાઓમાં ગણના કરવામાં આવી રહી છે. દિલ્હીની મુલાકાત દરમિયાન મમતા બેનરજી વિપક્ષના તમામ અગ્રણીઓને મળીને આગામી ચૂંટણીમાં ભાજપ સામે એકત્ર વિરોધી મોરચાના આગેવાનની ભૂમિકા ભજવવા સજ્જ થઈ રહ્યા હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.