તૂર્કીયે-સીરિયા ભૂકંપમાં ૫૦૦૦થી વધુના મોત: મૃતાંક ૨૦,૦૦૦ સુધી પહોંચી શકે છે: WHO

 

તૂર્કીયે: તૂર્કીયે અને સીરિયામાં આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ત્રણ મોટા ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર ૭.૮, ૭.૬ અને ૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે બાદ ચારેકોર લાશોના ઢગલાં જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હજારો લોકો ઘાયલ થયા છે અને કાટમાળ નીચે ફસાયેલા પોતાના લોકોને શોધી રહ્યા છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ રાહત સામગ્રી રવાના કરી દીધી છે. ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે તુર્કીમાં ભૂકંપથી ૨૯૨૧ અને સીરિયામાં ૧૪૪૪ લોકોનો મોત થઈ ચૂકયા છે. માનવમાં આવી રહ્યું છે કે, આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. પહેલો ભૂકંપ તુર્કીના ગજિયાનટેપ પ્રાંતની નજીક નૂરદાગીમાં આવ્યો હતો, જે સીરિયા બોર્ડર પર છે. બીજો ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો હતો, જે કહારનમારસ પાસે છે અને ત્રીજો ભૂકંપ ગોકસનમાં આવ્યો હતો જે આજ પ્રાંતમાં છે. આ વિનાશક ભૂકંપ બાદ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન તરફથી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન આખા દેશમાં અને બીજા દેશોમાં તેમના દૂવાવાસો પર તુર્કીના ઝંડાને અડધો નમેલો રાખવામાં આવશે. તુર્કી અને સીરિયામાં ભૂકંપના ઝટકા આવવાનું હજુ પણ ચાલુ છે. ચોવીસ કલાકમાં અહીં અનેક ઝટકા આવી ચૂકયા છે. લોકોમાં પણ ભારે ડરનો માહોલ છે. આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે, ભૂકંપના કારણે બંને દેશોનો મૃત્યુઆંક ૨૦ હજાર સુધી પહોંચી શકે છે. સંગઠનના એક સિનિયર ઈમરજન્સી ઓફિસર કૈથરીન સ્મોલવુડનું માનીએ તો હજુ સુધી તબાહીની તસવીરો સામે આવી નથી અને શ‚આતી આંકડાઓની સરખામણીમાં એ આઠ ગણો હોઈ શકે છે. વિશેષજ્ઞાોના જણાવ્યા મુજબ, ત્રણ મોટા ઝટકા બાદ અહીં ૧૦૦થી પણ વધુ ઝટકા આવી ચૂકયા છે. આખા વિશ્વએ તુર્કી અને સીરિયા માટે રાહત સામગ્રી મોકલવાનું શરૂ કરી દીધું છે. ભારત સિવાય યુકે, યુરોપિયન યૂનિયન, રશિયા, અમેરિકા, જોર્ડન, મેક્સિકો, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ તુર્કીની મદદ માટે પોતાનો હાથ આગળ કર્યો છે. 

તુર્કી અને સીરિયાના આ શક્તિશાળી ભૂકંપે દક્ષિણ પૂર્વ પ્રાંતના કહારનમારસ પ્રાંતમાં જોરદાર તબાહી સર્જી છે. પરંતુ તેની અસર લેબનાનની રાજધાની બેરૂત સિવાય દમિશ્કમાં પણ જોવા મળી છે. મિસ્ન સુધી નાગરિકોમાં ભારે ડર જોવા મળ્યો છે. વર્ષ ૧૯૯૯માં તુર્કીમાં આવો જ એક ભૂકંપ આવ્યો હતો અને તેમાં ૧૮ હજાર લોકોનાં મોત થયા હતા.

ભારતે શક્ય તમામ સહાય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનોને અનુસરીને રાષ્ટ્રીય આપત્તિ બચાવ અને રાહત દળની ટીમો, તબીબી ટીમો અને રાહત સામગ્રીને તુર્કી મોકલવાનું નક્કી કર્યું હતું અને બે વિમાન ભરીને સાધન સહાય તથા આર્મીની ૯૯ વ્યક્તિની મેડિકલ સહિતની ટુકડી મોકલી છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પડકારજનક ક્ષણે ભારત તેમની સાથે પોતાની એકતા વ્યક્ત કરે છે. ભારતે વિનાશક ભૂકંપમાંથી બચી ગયેલા લોકોને શોધવા માટે વિવિધ સાધનો, દવાઓ અને વાહનો સહિત રાહત સામગ્રીના બે વિમાનો અને તબીબી ટીમો તુર્કીમાં મોકલી છે.

ભારતીય વાયુસેનાનું પ્રથમ સી-૧૭ ટ્રાન્સપોર્ટ એરક્રાટ, શોધ અને બચાવ કર્મચારીઓના જૂથ, વિશેષ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ્સ, ડ્રિલિંગ મશીનો, રાહત સામગ્રીઅને દવાઓ સાથે ભૂકંપગ્રસ્ત દેશનાં અદાનામાં ઉતર્યું હતું. બચાવ ટુકડી અને માલસામાન સાથેનું વાયુ સેનાનું બીજું વિમાન તુર્કીયે માટે રવાના થઈ ગયું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારતે મોકલાવેલી ૯૯ સભ્યોની મેડિકલ ટીમમાં ક્રિટિકલ કેર નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ટુકડીમાં અન્ય લોકો સિવાય ઓર્થોપેડિક સર્જીકલ ટીમ, જનરલ સર્જીકલ સ્પેશિયાલિસ્ટ ટીમ અને મેડિકલ સ્પેશિયાલિસ્ટ ટીમનો સમાવેશ થાય છે.

ત્રીસ પથારીની તબીબી સુવિધા સ્થાપિત કરવા આપણી મેડિકલ માટે ટીમો એક્સ-રે મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, કાર્ડિયાક મોનિટર અને સંબંધિત સાધનોથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here