તુર્કી ભૂકંપઃ ચાર દિવસ બાદ ૩ વર્ષની બાળકી જીવતી મળી આવી

 

ચાર દિવસ પહેલા તુર્કી અને ગ્રીસમાં આવેલા ભયંકર ભૂકંપમાં એક તરફ બચેલા લોકો સુધી પહોંચવાની આશાઓ ધૂંધળી બની રહી હતી એવામાં એક ઇમારતના કાટમાળમાંથી એક બાળકીને ચાર દિવસ બાદ બચાવી લેવામાં બચાવકર્તાઓને સફળતા મળી હતી.

થર્મલ ધાબળામાં લપેટીને છોકરીને બચાવ કાર્યકરો તુરંત એમ્બ્યુલન્સમાં લઇ ગયા હતા અને એ સમયે ગોડ ઇઝ ગ્રેટના નારાઓ સાંભળી શકાતા હતા. હેલ્થ મીડિયા ફહરેટિન કોકાએ તેને ટ્વિટર પર ૩ વર્ષની આયદા ગેઝગિન તરીકે ઓળખાવી હતી અને એમ્બ્યુલન્સની અંદર તેનો એક વીડિયો શેર કર્યો હતો.

એજિયન સમુદ્રમાં શુક્રવારે ભૂકંપ આવ્યો ત્યારથી બાળકી ૯૧ કલાક માટે કાટમાળમાં અંદર ફસાયેલી રહી હતી. તે ૧૦૭મી વ્યક્તિ હતી જેને તૂટી ગયેલી ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આયદાની માતા બચી શકી ન હતી અને કલાકો પછી કાટમાળ વચ્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ભૂકંપ સમયે તેનો ભાઈ અને પિતા બિલ્ડિંગની અંદર ન હતા.