તીન તલાક વિષયક બિલ રાજ્યસભામાં રજૂ ના થઈ શક્યું…

0
684

રાજ્યસભામાં આજે તીન તલાક વિષયક બિલ રજૂ થવાનું હતું પરંતુ રાજકીય પક્ષો અને શાસક પક્ષ વચ્ચે સર્વસંમતિ ન સાધી શકાતા આ બિલ રાજ્યસભામાં રજૂ થઈ શક્યું નહોતું. આ બિલ પેશ કરવા માટે સરકારે પૂરેપૂરી તૈયારી કરી હતી પરંતુ રાફેલની ખરીદીના મામલે વિપક્ષોએ ધમાલ કરી હતી. આથી બપોર સુધી સભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સભાની કામગીરી શરૂ કરી હતી. એ સમયે સભાપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, તીન તલાક વિષયક બિલ આજે રજૂ કરવામાં નહિ આવે.